Gujarat Congress: કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ રઘુ શર્માએ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત
Attack on Gujarat Congress MLA: કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલા હુમલાને લઈ ગુજરાત પ્રભારી રઘુ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અનંત પટેલ પર નહી આદીવાસી સમાજ પર હુમલો થયો છે.
Attack on Gujarat Congress MLA: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ગઈકાલે સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં ધારાસભ્ય લોહિ લુહાણ થયા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલા હુમલાને લઈ ગુજરાત પ્રભારી રઘુ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અનંત પટેલ પર નહી આદીવાસી સમાજ પર હુમલો થયો છે. પાર તાપી લીક આંદોલનની આગેવાની અનંત પટેલે લીધી હતી. ભાજપના શીર્ષ નેતૃત્વના ઇશારે હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના હુમલાઓથી કોંગ્રેસ ના ડરશે, ના ઝુકશે.
गुजरात में ‘पार-तापी रिवर लिंक प्रोजेक्ट’ के खिलाफ आदिवासी समाज की लड़ाई लड़ने वाले हमारे MLA अनंत पटेल जी पर भाजपा द्वारा कायराना हमला निंदनीय है।
— Rahul Gandhi (@RahulGandhi) October 8, 2022
यह BJP सरकार की बौखलाहट है। कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता आदिवासियों के हक़ की लड़ाई के लिए आख़िरी साँस तक लड़ेगा।#DaroMat pic.twitter.com/rf9OY76lCZ
દુકાનમાં તોડફોડ અને આગ ચંપી
ધારાસભ્ય પર હુમલા બાદ રાત્રે ખેરગામમાં અંદાજિત 5000 હજારથી વધુ લોકો એકઠા થયા હતા અને ટોળાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરની દુકાનમાં તોડફોડ અને આગ ચંપી કરી હતી. બહેજ ગામમાં અનંત પટેલ જ ચાલે તેવો ગરબો ગાવામાં આવ્યો હતો અને આ વેળાનો વીડિયો પણ મોટાપાયે વાયરલ થયો હતો અને તે મામલે વિવાદ પણ સર્જાયો હતો. જોકે વિવાદ બાદ વીડિયો વાયરલ કરનારે પણ માફી માગી હતી. એક ચર્ચા એવી પણ આવે છે કે બહેજમાં ગરબામાં ગવાયેલા ગીતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કોણે અને કેમ હુમલો કર્યો તે અંગે હજુ કોઈ સતાવાર રીતે કારણ સામે આવ્યું નથી.
આ પણ વાંચોઃ
Edible Oil Price Rises: ખાદ્યતેલના ભાવમાં તેજીનો તોખાર, સિંગતેલનો ડબ્બો પહોંચ્યો 3 હજાર નજીક
अनंत पटेल लंबे समय से आदिवासी समाज की मांगों को लेकर भाजपा सरकार से लड़ाई लड़ रहे है व पार-तापी नर्मदा रिवर लिंक प्रोजेक्ट को निरस्त करने के लिए वो आंदोलनरत है। इस हमले के विरोध में सम्पूर्ण आदिवासी समाज एवं कांग्रेस पार्टी का एक-एक कार्यकर्ता अनंत पटेल जी के साथ खड़ा है। (2/3)
— Dr. Raghu Sharma (@RaghusharmaINC) October 8, 2022