Rajasthan: ગુજરાત કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાઓને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપાઈ, જાણો વિગતો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાત કૉંગ્રેસને નેતાઓને મોટી જવાબદારી સોંપાઈ છે.
અમદાવાદ: કૉંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત કૉંગ્રેસના નેતાઓને કૉંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે હવે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાત કૉંગ્રેસને નેતાઓને મોટી જવાબદારી સોંપાઈ છે. ગુજરાત કૉંગ્રેસના અનેક દિગ્ગ્જ નેતાઓને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 ને લઈ મહત્વની જવાબદારી સોંપાઈ છે.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓને જવાબદારી મળી છે. ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજસ્થાનમાં ગુજરાતીને જવાબદારી સોંપી છે. રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સહપ્રભારી બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે રાજસ્થાન ચૂંટણીના મુખ્ય નિરીક્ષક તરીકે પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રીને જવાબદારી સોંપી છે.
Hon'ble Congress President has approved the proposal for the appointment of AICC Lok Sabha Observers to oversee the Election Preparations for the ensuing Rajasthan Assembly Elections - 2023, as follows, with immediate effect. pic.twitter.com/R76aqb3goQ
— INC Sandesh (@INCSandesh) July 31, 2023
કૉંગ્રેસના નેતા અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ, અનંત પટેલ, બળદેવ ઠાકોર, શૈલેષ પરમાર, પ્રતાપ દૂધાત, કિશન પટેલ, નૌશાદ સોલંકી, રધુ દેસાઈ, જેની બેન ઠુમ્મર, અમૃતજી ઠાકોર, અંબરીષ ડેર, કાંતિ ખરાડીને હાઈકમાન્ડ દ્વારા રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
રાજસ્થાન ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના આ નેતાઓને સોંપાઈ જવાબદારી
અમિત ચાવડા
હિંમતસિંહ પટેલ
અનંત પટેલ
બળદેવ ઠાકોર
શૈલેષ પરમાર
પ્રતાપ દૂધાત
કિશન પટેલ
નૌશાદ સોલંકી
રધુ દેસાઈ
જેની બેન ઠુમ્મર
અમૃતજી ઠાકોર
અંબરીષ ડેર
કાંતિ ખરાડી
કૉંગ્રેસે હાઈકમાન્ડે સૌપ્રથમ ગુજરાતના નેતાઓને મધ્યપ્રદેશમાં જવાબદારી સોંપી હતી. ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓને મધ્યપ્રદેશમાં જવાબદારી સોંપવામાં આવી છે. પરેશ ધાનાણી, વિરજીભાઈ ઠુમ્મર, તુષાર ચૌધરી, પૂંજાભાઈ વંશ, નારણ રાઠવા, લલિત કગથરા સહિતના નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે.
મધ્યપ્રદેશની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના આ નેતાઓને સોંપાઈ જવાબદારી
કિરીટ પટેલ
તુષાર ચૌધરી
દિનેશ ઠાકોર
બિમલ શાહ
પરેશ ધાનાણી
વિરજીભાઈ ઠુમ્મર
પુંજાભાઈ વંશ
આનંદ ચૌધરી
નારણ રાઠવા
અલકા ક્ષત્રિય
ગુલાબસિંહ રાજપૂત
પ્રભાબેન તાવિયાડ
લલિત કગથરા
પુના ગામીત
રાજેન્દ્રસિંહ પરમાર
Hon'ble Congress President has approved the proposal for the appointment of AICC Lok Sabha Observers to oversee the Election Preparations for the ensuing Madhya Pradesh Assembly Elections - 2023, as follows, with immediate effect. pic.twitter.com/CYOranWVx0
— INC Sandesh (@INCSandesh) July 31, 2023
https://t.me/abpasmitaofficial