શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા નાનકડા ગામમાં કોરોનાથી 18 લોકોના મોત થતા પડી ગયો સોપો ? ગામમાં 22 દિવસથી સંપૂર્ણ લોકડાઉન

અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામમાં કોરોનાથી 18 લોકોના મોત થયા છે. નવા વાઘણીયા ગામની માત્ર 1500 લોકોની વસ્તી અને 18 લોકોના મોત થતા સોપો પડી ગયો છે.

અમરેલીઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામમાં કોરોનાથી 18 લોકોના મોત થયા છે. નવા વાઘણીયા ગામની માત્ર 1500 લોકોની વસ્તી અને 18 લોકોના મોત થતા સોપો પડી ગયો છે.

ગામમાં 22 દિવસથી સંપૂર્ણ લોકકડાઉન છે. નવા વાઘણીયા ગામમા થોડા દિવસથી કેસમાં ઘટાડો થયો, પણ મૃત્યુ યથાવત છે. આજે બે લોકોના મૃત્યુ થયા છે. નવા વાઘણીયામાં સરકારી ચોપડે એક પણ મોત નહીં, તો જુના વાઘણીયામાં 2ના મોત થયા છે. નવા વાઘણીયાના સરપંચ હસમુખભાઈ બાબરીયા કહ્યું 18 ના મોત થઈ ગયા છે. નવા અને જૂના વાઘણીયામાં વેકસનનો જથ્થો સરકારમાંથી આવે છે. નવા વાઘણીયામાં 40 ટકા વેક્સીનેશન થયું છે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 10990 કેસ નોંધાયા છે. જેની સામે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 118 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8629 પર પહોચ્યો છે. 

રાજ્યમાં આજે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,63,133 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,31,832 પર પહોંચ્યો છે. જેમાંથી 798 દર્દી વેન્ટિલેટર પર અને 1,31,034 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.04 ટકા છે.  

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 6 ,  મહેસાણામાં 6, વડોદરા 4, જામનગર કોર્પોરેશમાં 7, રાજકોટ કોર્પોરેશન 6,  જૂનાગઢ 6, સુરત-5, મહીસાગર-2, ભાવનગર કોર્પોરેશન-2, જુનાગઢ-6, આણંદ-1, જુનાગઢ કોર્પોરેશન-4, રાજકોટ-5, અમરેલી-1, બનાસકાંઠા-2, જામનગર-4,  પંચમહાલ-2, કચ્છ-5, ગીર સોમનાથ-2, અરવલ્લી-3,  ગાંધીનગર-3, સાબરકાંઠા-3, પાટણ-2, ભરુચ-2,  ભાવનગર-1, નવસારી-1, વલસાડ-1, દેવભૂમિ દ્વારકા-2, નર્મદા-1, સુરેન્દ્રનગર-1,  અમદાવાદ-1, તાપી-1, છોટાઉદેપુર-1ના મોત સાથે કુલ 118 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.  

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3059 , સુરત કોર્પોરેશન-790,  વડોદરા કોર્પોરેશન 598,  મહેસાણામાં 418, વડોદરા-459, જામનગર કોર્પોરેશમાં 308, રાજકોટ કોર્પોરેશન 334,   જૂનાગઢ 224, સુરત-265, મહીસાગર-255, ભાવનગર કોર્પોરેશન-253, આણંદ-231, જુનાગઢ કોર્પોરેશન-229, રાજકોટ-219, અમરેલી-212, બનાસકાંઠા-212, જામનગર-208, ખેડા-198,  પંચમહાલ-183, કચ્છ-181, ગીર સોમનાથ-180, અરવલ્લી-166, દાહોદ-158, ગાંધીનગર-157, સાબરકાંઠા-149, પાટણ-145, ભરુચ-142, ગાંધીનગર કોર્પોરેશન-116, ભાવનગર-111, નવસારી-106, વલસાડ-106, દેવભૂમિ દ્વારકા-98, નર્મદા-96, સુરેન્દ્રનગર-91,  અમદાવાદ-68, તાપી-59, મોરબી-51, છોટાઉદેપુર-48, પોરબંદર-43, બોટાદ-34 અને ડાંગમાં 10 કેસ નોંધાયા હતા.   

રાજ્યના 8 મહાનગરો અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયું

રાજ્યના આઠ મહાનગરો અને 36 શહેરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યૂ (Night curfew) ની મુદત 18 મે સુધી લંબાવવામાં આવી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી..જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને  આજે મળેલી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂનો સમય 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget