શોધખોળ કરો
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1381 કેસ નોંધાયા, 11ના મોત, સંક્રમિતોની કુલ સંખ્યા 136004
રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3442 પર પહોંચ્યો છે.
![Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1381 કેસ નોંધાયા, 11ના મોત, સંક્રમિતોની કુલ સંખ્યા 136004 Gujarat corona cases 29 september 2020 1381 cases new covid 19 cases registered in gujarat Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1381 કેસ નોંધાયા, 11ના મોત, સંક્રમિતોની કુલ સંખ્યા 136004](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/24012503/gujarat-corona-update2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. આજે રાજ્યમાં 1381 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3442 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,703 એક્ટિવ કેસ છે, જ્યારે 1,15,859 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,614 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,36,004 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશન 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 179, અમદાવાદ કોર્પોરેશનમાં 176, સુરતમાં 132, રાજકોટ કોર્પોરેશનમાં 104, વડોદરા કોર્પોરેશનમાં 90, જામનગર કોર્પોરેશનમાં 69, રાજકોટ 44, બનાસકાંઠા 39, વડોદરા 39, મહેસાણામાં 34, પાટણ 34, ભરૂચ 29, સુરેન્દ્રનગર 27, અમરેલી 24, કચ્છમાં 24, પંચમહાલ 23, ભાવનગર 22, જામનગર 22, ગાંધીનગર કોર્પોરેશન 21, તાપી 21, અમદાવાદમાં 19 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1383 દર્દી સાજા થયા હતા અને 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.19 ટકા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)