શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં આજે કોરોનાના કેટલા કેસ નોંધાયા ?

Gujarat Covid-19 Update: રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશન, કચ્છ અને સુરત કોર્પોરેશનમાંથી 1-1, અમદાવાદમાંથી 2 મળી કુલ 5 કોરોના સંક્રમિતો સાજા થયા

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. વડોદરામાં 2 કેસ અને અમદાવાદમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશન, કચ્છ અને સુરત કોર્પોરેશનમાંથી 1-1, અમદાવાદમાંથી 2 મળી કુલ 5 કોરોના સંક્રમિતો સાજા થયા. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે. હાલ રાજ્યમાં  કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 37 છે. અત્યાર સુધીમાં 1266509 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11043 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્યમાં કેટલા લોકોનું રસીકરણ થયું

રાજ્યમાં આજે સાંજ 5 વાગ્યા સુધીમાં કુલ 4429 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં રસીકરણનો કુલ આંક 12,78,25,775 પર પહોંચ્યો છે.

કોરોનાના વધતા જોખમ વચ્ચે વધાર્યું ટેસ્ટીંગ, જાણો દેશમાં કેટલા આવ્યા નવા કેસો

ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાનો પ્રકોપ ચાલુ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે થયેલા મોતથી લોકોમાં હાહાકાર મચી ગયો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત પણ પોતાની તૈયારીઓ ઝડપથી કરી રહ્યું છે. બુધવારે (4 જાન્યુઆરી) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયથી મળેલ ડેટા અનુસાર, કોવિડ-19ના 175 નવા કેસ નોંધાયા છે જ્યારે દેશમાં સક્રિય કેસની સંખ્યા 2,570 છે.

દેશભરમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.11 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 95.13 કરોડ સેકન્ડ ડોઝ અને 22.41 કરોડ બૂસ્ટર ડોઝ સામેલ છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 48,292 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતનમાં હાલના સક્રિય કેસોનો આંકડો 2,570 છે.

છેલ્લા 24 કલાકમાં 2,01,690 ટેસ્ટ કરવામાં આવ્યા 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 187 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે, જેના કારણે કુલ રિકવરીનો આંકડો વધીને 4,41,45,854 થઈ ગયો છે અને એક્ટિવ કેસ 0.01% છે. આ સાથે, રિકવરી રેટ હાલમાં 98.8% છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દૈનિક સંક્રમણ દર 0.09% નોંધવામાં આવ્યો હતો જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 0.12% છે. માહિતી મુજબ,  દેશમાં કુલ 91.13 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2,01,690 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

BF.7 વેરિઅન્ટે વધારી મુશ્કેલી

ચીનમાં કોરોનાના કારણે બેકાબૂ બનેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે લોકોને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. ચીનમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક પણ આસમાને પહોંચી રહ્યો છે. કોરોનાનું નવું BF.7 વેરિઅન્ટ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. અન્ય દેશોમાં પણ કોરોનાના કેસ વધવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

ચીનથી ભારતમાં આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકાર કોરોનાના નવા BF.7 વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે કામ કરી રહી છે. ભારતમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પહેલાથી જ રાજ્યોને માર્ગદર્શિકા બહાર પડી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોતGujarat HC : દાહોદમાં મહિલાને તાલિબાની સજા પર હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશનUCC In Gujarat : એડવોકેટ સોકત ઇન્દોરીએ UCC સામે નોંધાવ્યો વિરોધ , સરકારની જાહેરાત દુઃખદGujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ક્યાં ક્યાં લાગ્યો ઝટકો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
સૌથી મોટા સમાચાર, આ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપને સત્તા મળે તેવી સ્થિતિ સર્જાઇ
8th Pay Commission: પટ્ટાવાળાથી લઈને અધિકારીઓ સુધી, જાણો કોનો પગાર કેટલો વધશે ? 
8th Pay Commission: પટ્ટાવાળાથી લઈને અધિકારીઓ સુધી, જાણો કોનો પગાર કેટલો વધશે ? 
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
IPL 2025: ફરી એક વખત RCB નો કેપ્ટન હશે કિંગ કોહલી! સામે આવ્યું મોટું અપડેટ  
દેશના કરોડો રોકાણકારો પર મોટો ખતરો, SBIએ જાહેર કરી ચેતવણી  
દેશના કરોડો રોકાણકારો પર મોટો ખતરો, SBIએ જાહેર કરી ચેતવણી  
Embed widget