Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ, કોરોનાના નવા 3 હજારથી વધુ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. બીજી તરફ 236 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19, 523 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1 મોત થયા છે. આજે 5,26,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1637 , સુરત કોર્પોરેશનમાં 630, વડોદરા કોર્પોરેશનમાં 150 , રાજકોટ કોર્પોરેશનમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરતમાં 60, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39, ભાવનગર કોર્પોરેશનમાં 38, વલસાડમાં 34, વડોદરામાં 31, ગાંધીનગરમાં 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદમાં 23, જામનગર કોર્પોરેશનમાં 19, રાજકોટમાં 18, દેવભૂમિ દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10, જૂનાગઢ કોર્પોરેશનમાં 8, અમરેલીમાં 7, મહીસાગરમાં 7, અરવલ્લીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગીર સોમનાથમાં 5, બનાસકાંઠામાં 4, ભાવનગરમાં 2, તાપીમાં , બોટાદ, જામનગરમાં એક નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 10994 કેસ છે. જે પૈકી 32 વેન્ટીલેટર પર છે, જ્યારે 10,962 નાગરિકો સ્ટેબલ છે. 8,19,523 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10126 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમરેલીમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 455 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 9037 લોકોને પ્રથમ અને 33,822 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,12,790 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 89,260 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 2,80,767 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,26,153 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,18,34,983 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. છોટા ઉદેપુર, ડાંગ, જૂનાગઢ, નર્મદા, પાટણ, પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ
Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?