Coronavirus Cases : કોરોના સંક્રમણ વધતા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન
દેશમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.
LIVE
Background
રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા ત્રણ હજાર 280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ
ગુજરાતમાં આજે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. આજે 2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
છતીસગઢના રાયપુરમાં સંપૂર્ણ લૉકડાઉન
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોરોના કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાયપુરમાં આ આ વાયરસના કારણે 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
11 એપ્રિલથી ખાનગી, સરકારી કચેરીઓમાં થઈ શકશે વેક્સીનેશન
11 એપ્રિલથી ખાનગી, સરકારી કચેરીઓમાં વેક્સીનેશનની કામગીરી થઈ શકશે . 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન અપાશે
ઓડિશામાં 24 કલાકમાં 791 નવા કેસ
ઓડિશામાં 24 કલાકમાં કોરોનાના નવા 791 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 266 લોકોએ કોરેનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,44,647 પર પહોંચી છ. જ્યારે 1923 લોકોના મોત થયા છે. હાલ 4255 એક્ટિવ કેસ છે.