Gujarat Corona cases: રાજ્યમાં આજે 12955 નવા કેસ નોંધાયા, વધુ 133ના મૃત્યુ
રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,48,124 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 147332 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.37 ટકા છે.
![Gujarat Corona cases: રાજ્યમાં આજે 12955 નવા કેસ નોંધાયા, વધુ 133ના મૃત્યુ Gujarat Corona cases: more than 12 thousand new cases reported and 133 deaths in last 24 hours Gujarat Corona cases: રાજ્યમાં આજે 12955 નવા કેસ નોંધાયા, વધુ 133ના મૃત્યુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/05/ef5d58771280e0d3ef3876ddda77fde0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12955 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7912 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 12995 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,77,391 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,48,124 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 147332 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.37 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22 , સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશમાં 10, વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 2, જામનગર કોર્પોરેશમાં 9, વડોદરા 5, સુરત 5, જામનગર-5, ભાવનગર કોર્પોરેશન 3, પંચમહાલ -2, નવસારી-1, દાહોદ-1, સુરેન્દ્રનગર-2, જુનાગઢ-5, ગીર સોમનાથ-1, જુનાગઢ કોર્પોરેશન-4, મહીસાગર-2, ખેડા-2, કચ્છ-3, રાજકોટ-6, આણંદ-1, અમરેલી-1, બનાસકાંઠા-4, પાટણ-1, સાબરકાંઠા-5, અરવલ્લી-1, છોટા ઉદેપુર-1, વલસાડ-1, મોરબી-1, ભરુચ-2, નર્મદા-2, ભાવનગર-5, અમદાવાદ-1 અને બટાદમાં 1ના મોત સાથે કુલ 133 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4174 , સુરત કોર્પોરેશન-1168, વડોદરા કોર્પોરેશમાં 722, મહેસાણા-525, જામનગર કોર્પોરેશન-398, રાજકોટ કોર્પોરેશન-391, વડોદરા-385, જામનગર-339, ભાવનગર કોર્પોરેશન 307, સુરત-298, પંચમહાલ -237, નવસારી-216, દાહોદ-198, સુરેન્દ્રનગર-195, જુનાગઢ-193, ગીર સોમનાથ-192, જુનાગઢ કોર્પોરેશન-189, મહીસાગર-188, ખેડા-180, કચ્છ-173, રાજકોટ-170, ગાંધીનગર-158, આણંદ-157, અમરેલી-156, બનાસકાંઠા-156, પાટણ-154, ગાંધીનગર કોર્પોરેશન- 148, સાબરકાંઠા-147, અરવલ્લી-124, છોટા ઉદેપુર-118, વલસાડ-118, તાપી-113, મોરબી-92, ભરુચ-91, નર્મદા-87, ભાવનગર-84, અમદાવાદ-74, દેવભૂમિ દ્વારકા-58, પોરબંદર-44, ડાંગ-20 અને બટાદમાં 18 કેસ સાથે કુલ 12955 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,91,519 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 27,51,964 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,28,43,483 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 36,226 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 30,678 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 65,480 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)