શોધખોળ કરો
રાજ્યમાં આજે 1550 દર્દીએ કોરોનાને આપી મ્હાત, સાજા થવાનો દર 91.85 ટકા
રાજ્યમાં આજે વધુ કોવિડ-19ના નવા 1318 કેસ નોંધાયા હતા. જ્યારે 13 લોકોના મૃત્યુ થયા હતા.

પ્રતિકાત્મક તસ્વીર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ થમી નથી રહ્યું. આજે વધુ કોવિડ-19ના નવા 1318 કેસ નોંધાયા હતા. જ્યારે 13 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,22,811 પર પહોંચી છે અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 4110 પર પહોંચ્યો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 1550 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,04,661 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.85 ટકા છે. રાજ્યમાં હાલ 14027 એક્ટિવ કેસ છે અને 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 13952 લોકો સ્ટેબલ છે. આજે ક્યા કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1550 દર્દી સાજા થયા હતા, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 275, સુરત કોર્પોરેશનમાં 207, વડોદરા કોર્પોરેશનમાં 166 , રાજકોટ કોર્પોરેશનમાં 93, મહેસાણામાં 168, રાજકોટ-45, બનાસકાંઠા-24, પાટણ-49, વડોદરા-29, ગાંધીનગર-19, સુરત-55, જામનગર કોર્પોરેશન-25 અને ખેડામાં 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા. રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 84,32,094 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે 60,661 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
વધુ વાંચો





















