શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં 255 નવા કેસ નોંધાયા, 495 દર્દીએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં હાલ 1800 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર અને 1774 લોકો સ્ટેબલ છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 255 નવા કેસ નોંધાયા હતા જ્યારે 495 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.65 ટકા પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 1800 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર અને 1774 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4397 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 495 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,57,968 પર પહોંચી છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 33 , સુરત કોર્પોરેશનમાં 30, વડોદરામાં 10, આણંદ 7, ગીર સોમનાથ-7, મહીસાગર-7, રાજકોટ-7, સાબરકાંઠા-6, જામનગર કોર્પોરેશન-5, અમરેલી-4, ભરુચ-4, દાહોદ-4, ગાંધીનગર કોર્પોરેશન-4, જુનાગઢ-4 અને કચ્છમાં 4 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 7,14,131 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 53,651 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement