શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં 278 નવા કેસ નોંધાયા, 273 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં હાલ 1703 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 લોકો વેન્ટિલેટર પર અને 1671 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2,59,928 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના ફરી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાના 278 નવા કેસ નોંધાયા હતા જ્યારે 273 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.70 ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4403 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 1703 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 લોકો વેન્ટિલેટર પર અને 1671 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2,59,928 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશમાં 50, સુરત કોર્પોરેશનમાં 43, રાજકોટ કોર્પોરેશન 34, રાજકોટ-8, વડોદરા-8, જામનગર કોર્પોરેશન-7, મહેસાણા-6, આણંદ-5, ગાંધીનગર-5, ગાંધીનગર કોર્પોરેશન-5, ગીર સોમનાથ-5, ખેડા-5, સાબરકાંઠા-5, બનાસકાંઠા-4, કચ્છ-4, સુરત-4 અને મહિસાગરમાં-3 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 8,05,630 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 3718 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement