શોધખોળ કરો
Gujarat Corona Cases update: રાજ્યમાં આજે 451 નવા કેસ નોંધાયા, 700 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં હાલ 5240 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,48,650 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 451 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4374 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5240 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,48,650 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 51 દર્દી વેન્ટીલેટર પર છે અને 5189 લોકો સ્ટેબલ છે. ક્યા કેટલા દર્દીના થયા મોત ? રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને ડાંગમાં એક દર્દીના મોત સાથે કુલ 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યું હતું. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 88, સુરત કોર્પોરેશનમાં 78, વડોદરા કોર્પોરેશનમાં 69, રાજકોટ કોર્પોરેશનમાં 36, વડોદરા 23, સુરત 18, કચ્છ 15, રાજકોટ-15, ભરુચ-11, પંચમહાલ-8, દાહોદ-7, સાબરકાંઠા-7, ગાંધીનગર-6, ગાંધીનગર કોર્પોરેશન-6, ગીર સોમનાથ-6, ખેડા-6, મોરબી-6, અમરેલી-5, આણંદ-5 અને જામનગર કોર્પોરેશનમાં 5 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 700 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.28 ટકા છે. અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ કોરોના રસી રાજ્યમાં આજે 11,352 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 47,203 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
વધુ વાંચો




















