શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 454 નવા કેસ નોંધાયા, 361 દર્દીએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં અત્યાર સુધી 2638337 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.44 ટકા પર પહોંચ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 454 નવા કેસ નોંધાયા હતા જ્યારે 361 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4411 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2638337 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.44 ટકા પર પહોંચ્યો છે. હાલ 2522 એક્ટિવ કેસ છે, જેમાંથી 37 લોકો વેન્ટિલેટર પર અને 2485 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 112, સુરત કોર્પોરેશન 81, વડોદરા કોર્પોરેશનમાં 74, રાજકોટ કોર્પોરેશન 45, વડોદરા 12, આણંદ 11, સાબરકાંઠા 10, ભાવનગર કોર્પોરેશન 9, ખેડામાં 9, કચ્છ-9, ભરુચ-8, રાજકોટ-7, જુનાગઢ કોર્પોરેશન-6, મહેસાણા-6, સુરત-6, અમરેલી અને ગાંધીનગર કોર્પોરેશનમાં 5-5 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 9,41,602 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અને 1,97,351 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion