શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાનો તરખાટ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 571 નવા કેસ
રાજ્યમાં અત્યાર સુધી 265372 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.27 ટકા પર પહોંચ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 571 નવા કેસ નોંધાયા હતા જ્યારે 405 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4414 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 265372 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 3025 એક્ટિવ કેસ છે, જેમાંથી 45 લોકો વેન્ટિલેટર પર અને 2980 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 123, સુરત કોર્પોરેશન 120, વડોદરા કોર્પોરેશનમાં 104, રાજકોટ કોર્પોરેશન 51, સુરત-14, વડોદરા-13, કચ્છ-12, આણંદ-11, જામનગર કોર્પોરેશન-9, મહેસાણા-9, ભાવનગર કોર્પોરેશન-8, સાબરકાંઠા-8, ગીર સોમનાથ-7, મહીસાગર-7, રાજકોટ-7, ગાંધીનગર કોર્પોરેશન, ગાંધીનગર અને ખેડામાં 6-6 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 13,74,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,30,463 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,31,821 લોકોને રસી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement