શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું, આજે 475 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 2600ને પાર
રાજ્યમાં અત્યાર સુધી 264195 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.40 ટકા પર પહોંચ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 475 નવા કેસ નોંધાયા હતા જ્યારે 358 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4412 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 264195 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.40 ટકા પર પહોંચ્યો છે. હાલ 2638 એક્ટિવ કેસ છે, જેમાંથી 39 લોકો વેન્ટિલેટર પર અને 2599 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 115, સુરત કોર્પોરેશન 87, વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટ કોર્પોરેશન 57, વડોદરા 12, ભાવનગર કોર્પોરેશન 10, સુરતમાં 9, જામનગર કોર્પોરેશન-8, રાજકોટ-8, આણંદ-7, કચ્છ-7, મહેસાણા-7, ખેડામાં -6, પંચમહાલ-6, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને જુનાગઢ કોર્પોરેશનમાં 5-5 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 10, 04, 777 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 2,17,779 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement