શોધખોળ કરો
Advertisement
Gujarat Corona cases Updates: રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 1607 કેસ, 16 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 14732 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 186446 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14636 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 205116 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ 1 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 મળી કુલ 16 લોકોના મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 325, સુરત કોર્પોરેશનમાં 238, વડોદરા કોર્પોરેશનમાં 127, રાજકોટ કોર્પોરેશનમાં 95, સુરત 61, બનાસકાંઠા 51, પાટણ 49, રાજકોટ 44, મહેસાણા 43, વડોદરા 40, આણંદ 37, ગાંધીનગર 35, જામનગર કોર્પોરેશનમાં 35, ખેડા 35, ભરૂચ 32, પંચમહાલ 32, ગાંધીનગર કોર્પોરેશન 31,અમદાવાદ 28 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1388 દર્દી સાજા થયા હતા અને 69283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 762089 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion