ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં આજે કોરોનાના 111 કેસ નોંધાયા, 57 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે રાજ્યમાં આજે કુલ 28,679 રસીના ડોઝ અપાયા હતા.
ગુજરાતમાં કોરોના વાયરસના આજે નવા 111 કેસ નોંધાયા છે. આ સાથે જ 57 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,14,586 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે રાજ્યમાં આજે કુલ 28,679 રસીના ડોઝ અપાયા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 832 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 832 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,586 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 10,945 નાગરિકોનાં મોત થયા છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.
અમદાવાદ કોર્પોરેશનમાં 57, વડોદરા કોર્પોરેશન 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 6, ગાંધીનગર 5, રાજકોટ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 2, રાજકોટમાં 2, સુરતમાં 2 કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાના 1885 નવા કેસ
મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-19ના 1,885 નવા કેસ નોંધાયા બાદ, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 79,12,462 થઈ ગઈ છે. વધુ એક દર્દીના મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને 1,47,871 થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. મહારાષ્ટ્રમાં, સોમવારે દૈનિક કેસોની સંખ્યામાં રવિવારની સરખામણીમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રવિવારે રાજ્યમાં 2,946 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા અને બે લોકોના મોત થયા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) બુલેટિન જણાવે છે કે મુંબઈ શહેરમાં ચેપના 1,118 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસ કરતા 38 ટકા ઓછા છે. મહારાષ્ટ્રમાં, સોમવારે દૈનિક કેસોની સંખ્યા સામાન્ય રીતે ઓછી હોય છે, કારણ કે સપ્તાહના અંતે પ્રમાણમાં ઓછા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે.
મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના ઓમિક્રોન વેરિઅન્ટ BA.4 ના ત્રણ અને ઓમિક્રોન વેરિઅન્ટ BA.5 નો એક કેસ નોંધવામાં આવ્યો છે અને આ તમામ દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થઈ ગયા છે. BA.4 અને BA.5 એ કોરોના વાયરસના અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના પેટા પ્રકારો છે. ઓમિક્રોન દેશમાં વૈશ્વિક રોગચાળાની ત્રીજી લહેરનું કારણ બન્યું હતું.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરીના રિપોર્ટમાં મહાનગરમાં ત્રણ દર્દીઓમાં BA.4 પેટા પ્રકાર અને એક દર્દીમાં BA.5 હોવાની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું કે આ ચાર દર્દીઓમાંથી બે છોકરીઓ અને બે પુરૂષો છે. છોકરીઓની ઉંમર 11 વર્ષ અને પુરુષોની ઉંમર 40 થી 60 વર્ષની વચ્ચે છે. વિભાગે જણાવ્યું હતું કે, "તમામ દર્દીઓએ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કર્યો છે અને રોગમાંથી સ્વસ્થ થઈ ગયા છે."
મહારાષ્ટ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા હવે 17,480 છે, જેમાંથી મુંબઈમાં સૌથી વધુ 11,331 દર્દીઓ છે અને થાણે જિલ્લામાં 3,233 દર્દીઓ છે. બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 774 લોકોના સંક્રમણમાંથી સાજા થયા બાદ સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 77,47,111 થઈ ગઈ છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.91 ટકા અને મૃત્યુ દર 1.86 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાયગઢ જિલ્લામાં ચેપને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.