ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં નવા કેસ 200ને પાર થયા અને સક્રિય કેસ 1102 થયા
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે કોરોનાના નવા 184 કેસ નોંધાયા હતા ત્યારે આજે કુલ કેસનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે કોરોનાના નવા 184 કેસ નોંધાયા હતા ત્યારે આજે કુલ કેસનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 228 કેસ નોંધાયા છે. બીજી તરફ 117 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 114 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 99.02 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 85,738 ડોઝ અપાયા હતા.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 114 કેસ, વડોદરા શહેરમાં 26 કેસ, સુરત શહેરમાં 20 કેસ, રાજકોટ શહેરમાં 12 કેસ, ગાંધીનગર શહેરમાં 4 કેસ, જામનગર શહેરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો સુરતમાં 6, નવસારીમાં 5, ભરુચ, ગાંધીનગર અને વડોદરામાં 4-4 કેસ, આણંદ, મહેસાણા અને વલસાડમાં 3-3 કેસ, અમદાવાદ, અમરેલી, કચ્છ, મોરબીમાં 2-2 કેસ અને ભાવનગર, જામનગર, પંચમહાલ અને પાટણમાં કોરોના વાયરસનો 1-1 કેસ નોંધાયો છે.
આજે કોઈ મોત નથીઃ
ગઈકાલે અમદાવાદ શહેરમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું પરંતુ આજે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે આજે રાજ્યમાં કુલ 117 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1102 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 3 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 12,14,892 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.