મધ્ય ગુજરાતથી કોરોનાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર, કયો જિલ્લો થયો કોરોનામુક્ત?
પંચમહાલ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ પહેલા ડાંગ, પાટણ અને નર્મદા જિલ્લો કોરોનામુક્ત હતા. જોકે, પાટણ અને ડાંગમાં ફરી એકવાર કોરોનાના કેસ નોંધાયા છે. હવે પંચમહાલ અને નર્મદા કોરોનામુક્ત રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એક્ટિવ કેસો પણ 500ની અંદર આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં અત્યારે બે જિલ્લા કોરોનામુક્ત છે. અગાઉ 3 જિલ્લા કોરોનામુક્ત હતા. જોકે, બે જિલ્લામાં કોરોનાના કેસ ફરી નોંધાયા છે. ત્યારે વધુ એક જિલ્લો કોરોનામુક્ત થતાં બે જિલ્લા કોરોનામુક્ત બન્યા છે.
પંચમહાલ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ પહેલા ડાંગ, પાટણ અને નર્મદા જિલ્લો કોરોનામુક્ત હતા. જોકે, પાટણ અને ડાંગમાં ફરી એકવાર કોરોનાના કેસ નોંધાયા છે. હવે પંચમહાલ અને નર્મદા કોરોનામુક્ત રહ્યા છે. આ બે જિલ્લામાં એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી. જોકે, પાટણમાં 1, પોરબંદરમાં 1, મોરબીમાં 1, મહીસગારમાં 1 અને અરવલ્લી જિલ્લામાં 1 એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી ગયું છે. 10 દિવસથી ગુજરાતમાં 50 કરતાં ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં રસીકરણની ગતિએ વેગ પકડયો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં આઠ લાખથી વધારે લોકોને રસીના ડોઝ અપાયા છે. રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,12,499 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રસીકરણનો આંક 3,01,46,996 પર પહોંચ્યો છે. ગઈકાલે 3,92,953 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આમ બે દિવસમાં 8,05,452 લોકોને રસીના ડોઝ અપાયા છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.
અહીં ન નોંધાયો એક પણ કેસ
હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 059 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 411 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 406 દર્દીની હાલત સ્થિર છે.
કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત
અમદાવાદ શહેરમાં 25, રાજકોટમાં 8, સુરત શહેરમાં 5, દાહોદ, સાબરકાંઠા, આણંદ, મહેસાણામાં 3-3, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 2, પંચમહાલમાં 1, તાપીમાં 1, વલસાડમાં 2 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.





















