Gujarat Corona : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 70 હજારને પારઃ અમદાવાદમાં સૌથી વધુ 24 હજાર, સુરતમાં 20 હજાર એક્ટિવ કેસ
જરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 70 હજારને પાર થી ગયા છે. એમાં પણ અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 24 હજારને પાર થઈ ગયા છે. આ પછી સુરતમાં કોરોનાના એક્ટિવ કેસ 20 હજારને પાર થઈ ગયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે કોરોનાના કેસો 12 હજારને પાર થઈ ગયા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 70 હજારને પાર થી ગયા છે. એમાં પણ અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 24 હજારને પાર થઈ ગયા છે. આ પછી સુરતમાં કોરોનાના એક્ટિવ કેસ 20 હજારને પાર થઈ ગયા છે. વડોદરામાં 7 હજાર, રાજકોટમાં 3 હજારથી વધુ એક્ટિવ કેસો છે.
Sr No | District Name | Active Positive Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
1 | Ahmedabad | 24091 | 5971511 | 252670 | 33 | 3418 |
2 | Amreli | 200 | 693083 | 10885 | 80 | 103 |
3 | Anand | 593 | 668841 | 10477 | 0 | 51 |
4 | Aravalli | 26 | 423144 | 5199 | 0 | 79 |
5 | Banaskantha | 395 | 1041978 | 13591 | 0 | 162 |
6 | Bharuch | 995 | 605791 | 11955 | 0 | 118 |
7 | Bhavnagar | 1694 | 1370984 | 21720 | 118 | 306 |
8 | Botad | 6 | 292032 | 2181 | 0 | 42 |
9 | Chhota Udaipur | 13 | 330098 | 3368 | 0 | 38 |
10 | Dahod | 197 | 845610 | 10029 | 0 | 38 |
11 | Dang | 16 | 97146 | 857 | 389 | 18 |
12 | Devbhoomi Dwarka | 211 | 290388 | 4208 | 20 | 83 |
13 | Gandhinagar | 1976 | 962247 | 21533 | 4 | 205 |
14 | Gir Somnath | 378 | 436284 | 8620 | 4 | 67 |
15 | Jamnagar | 1167 | 1000249 | 35034 | 71 | 483 |
16 | Junagadh | 171 | 1009401 | 20712 | 0 | 272 |
17 | Kutch | 747 | 968032 | 13283 | 7 | 145 |
18 | Kheda | 308 | 741476 | 11346 | 87 | 49 |
19 | Mahisagar | 121 | 453721 | 8243 | 0 | 72 |
20 | Mehsana | 762 | 865554 | 24564 | 0 | 177 |
21 | Morbi | 622 | 457204 | 6667 | 0 | 87 |
22 | Narmada | 114 | 303958 | 5980 | 0 | 15 |
23 | Navsari | 1007 | 537639 | 7866 | 38 | 31 |
24 | Panchmahal | 170 | 683344 | 11879 | 0 | 71 |
25 | Patan | 464 | 554194 | 11550 | 0 | 129 |
26 | Porbandar | 68 | 287255 | 3491 | 5 | 22 |
27 | Rajkot | 3236 | 2298211 | 59319 | 49 | 737 |
28 | Sabarkantha | 234 | 574151 | 9360 | 30 | 157 |
29 | Surat | 20891 | 7285354 | 151324 | 550 | 1970 |
30 | Surendranagar | 333 | 620459 | 8077 | 0 | 136 |
31 | Tapi | 76 | 301246 | 4497 | 46 | 26 |
32 | Vadodara | 7411 | 2309862 | 80412 | 45 | 789 |
33 | Valsad | 1681 | 659726 | 7399 | 14 | 65 |
total | 70374 | 35940173 | 858296 | 1590 |
10161 |
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12753 કેસ નોંધાયા છે. બીજી તરફ 5984 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955, વડોદરા કોર્પોરેશનમાં 1207, સુરતમાં 464, રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ 340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69, જૂનાગઢ કોર્પોરેશનમાં 59, જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમરેલી 43, દેવભૂમિ દ્વારકા 41, નર્મદા 35, ભાવનગર 32, દાહોદ 31, પંચમહાલ 31, મહીસાગર 20, સાબરકાંઠા 20, પોરબંદર 19, તાપી 19, જૂનાગઢ 10, બોટાદ 2, અરવલ્લી 1 અને છોટા ઉદેપુરમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 70374 કેસ છે. જે પૈકી 95 વેન્ટીલેટર પર છે, જ્યારે 70279 નાગરિકો સ્ટેબલ છે. 858455 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,164 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1,સુરત કોર્પોરેશનમાં 1, સુરત 2, પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે.