શોધખોળ કરો
Advertisement
Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 394 નવા કેસ, 23 મોત, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 7797
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2091 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે કોરોનાથી કુલ 472નાં મોત થયા છે.
ગાંધીનગર : રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓના દિવસેને દિવસે સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 394 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 23 દર્દીઓના મોત થયા છે અને 219 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7797 પર પહોંચી છે અને મૃત્યુઆંક 472 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
આજે નવા નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 280, વડોદરા-28, સુરત-30, રાજકોટ-2, ભરુચ-1, ભાવનગર-10, ગાંધીનગર-22, પંચમહાલ -2, બનાસકાંઠા-2, બોટાદ 2, ખેડા-2, દાહોદ-1, જામનગર 7, મહિસાગરમાં 1 અને અરવલ્લીમાં 4 કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 23 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 15નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 23 મોતમાંથી અમદાવાદમાં 20, બનાસકાંઠા, જામનગર અને પંચમહાલમાં 1- 1 મોત થયા છે આ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ 472નાં મોત થઈ ચૂક્યા છે.
આજે કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓમાં અમદાવાદમાં 106, અરવલ્લી-2, ભાવનગર-4, બોટાદ-2, ખેડા-1, મહિસાગર-1, નવસારી-2, પંચમહાલ-3, સુરત-46 અને વડોદરામાં-52 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 7797 કોરોના કેસમાંથી 24 દર્દી વેન્ટિલેટર પર છે અને 5210 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2091 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 109650 ટેસ્ટ થયા જેમાંથી 7797 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
ક્યા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion