Gujarat Coronavirus: બે દિવસ પહેલાં મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં હાજર રહેલા કયા જાણીતા ડોક્ટરને લાગ્યો કોરોનાનો ચેપ ? જાણો મોટા સમાચાર
ડો.ગોસ્વામી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ અને દર્દીઓને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. કોરોના વોરીયર્સ માટે ડો. ગોસ્વામીએ પોતાના સૂરમાં ગીત પણ ગાયા છે.
પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) રોકેટ ગતિએ વધી રહ્યા છે અને છેલ્લા થોડા દિવસોથી રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલની ડીન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ડો. ડૉ. યોગેશ આનંદ ગોસ્વામીનો કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ કવોરન્ટાઈન થયા છે. તેઓ દિવસ પહેલા મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં હાજર હતા.
રસીના બે ડોઝ લીધા બાદ પણ લાગ્યો ચેપ
ડો. ગોસ્વામીએ કોવેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ સતત કોરોના દર્દીઓના સંપર્કમાં રહેતા હોવાથી તેમને ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડો. ગોસ્વામી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ અને દર્દીઓને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. કોરોના વોરીયર્સ માટે ડો. ગોસ્વામીએ પોતાના સૂરમાં ગીત પણ ગાયા છે. અઠવાડિયા પહેલા કોવિડ 19 વોર્ડમાં કલેક્ટર અને DDO સાથે PPE Kit પહેરી દર્દીઓની મુલાકાત કરી હતી.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
45,872 |
336 |