શોધખોળ કરો
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1078 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારને પાર
રાજ્યમાં હાલ 12348 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 37958 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.
![Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1078 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારને પાર Gujarat Coronavirus updates: 1078 new cases and 28 deaths reported in last 24 hours Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1078 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારને પાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/24014206/coronavirus-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1078 નવા કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 52,563 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 28 લોકોનાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 2257 થયો છે. આજે 718 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સતત ત્રીજી વખત હજારથી વધુ કેસ નોંધાયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં- 187, સુરત કોર્પોરેશનમાં 181, સુરત-75, વડોદરા કોર્પોરેશનમાં- 71, રાજકોટ કોર્પોરેશન- 44, નર્મદા- 40, દાહોદ- 31, સુરેન્દ્રનગર 31, ભરૂચ- 27, જામનગર કોર્પોરેશન -25, કચ્છ- 24, અમદાવાદ- 23, ભાવનગર- કોર્પોરેશન 23, જુનાગઢ કોર્પોરેશન- 23, મહેસાણા- 23, પાટણ- 23, ગાંધીનગર- 22, જુનાગઢ- 20, નવસારી- 18, ભાવનગર- 16, રાજકોટ- 15, બનાસકાંઠા- 14, ખેડા-13, પંચમહાલ-12, ગીર સોમનાથ- 11, વડોદરા- 9, આણંદ- 9, ગાંધીનગર કોર્પોરેશન - 9, જામનગર-9, વલસાડ-9, બોટાદ- 7, મહીસાગર- 7, છોટા ઉદેપુર- 5, તાપી-5, મોરબી- 4, સાબરકાંઠા -4, અમરેલી-3, અરવલ્લી- 3, પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.
આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 28 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 10, સુરત- 4, અમદાવાદ કોર્પોરેશન -4, કચ્છ-2, પાટણ- 2, વડોદરા કોર્પોરેશન -2, અમદાવાદ-1, ભાવનગર કોર્પોરેશન 1, બોટાદ-1, મોરબીમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2257 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં હાલ 12348 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેલ્ટીલેટર પર છે અને 12259 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 37958 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,92,123 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)