શોધખોળ કરો

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણને લઈ સરકાર એકશનમાં, ઋષિકેશ પટેલે કહી આ વાત

કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે. જ્યાં ભીડ થઈ રહી છે ત્યાં માસ્ક પહેરવું જરૂરી છે. IPLની મેચમાં દર્શકોને માસ્ક પહેરવા જરૂરી કે નહીં તેના સવાલ પર અસ્પષ્ટ જવાબ આપ્યો હતો.

Gujarat Corona Update: રાજ્યની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. વધતા સંક્રમણને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આજે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ કરાઈ છે. ઓક્સિજન, વેન્ટીલેન્ટર સહિતની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, લોકોએ ડરવાનું કે ગભરાવાની જરૂર નથી. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે. જ્યાં ભીડ થઈ રહી છે ત્યાં માસ્ક પહેરવું જરૂરી છે. વીડિયો કોંફરન્સ મારફતે કેન્દ્ર તરફથી સૂચનાઓ મળે તેને અનુસરવામાં આવી રહી છે, મોકડ્રિલમા જે ત્રુટીઓ ધ્યાને આવશે તેને દૂર કરવામાં આવશે. રસીની અછત છે, કેન્દ્ર સરકાર પાસે 3 લાખ રસીની માગણી કરવામાં આવી છે.IPLની મેચમાં દર્શકોને માસ્ક પહેરવા જરૂરી કે નહીં તેના સવાલ પર અસ્પષ્ટ જવાબ આપ્યો હતો.

દેશમાં કોરનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 5880 નવા કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસનો આંકડો 35,199 પર પહોંચ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3481 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે 12 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,41,96,318 લોકો કોરોના મુક્ત થઈ ચૂક્યા છે અને કુલ મૃત્યુઆંક 5,30,979 પર પહોંચ્યો છે.

કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો થઈ સતર્ક

કોરોનાના વધતા જતા કેસોને જોઈને કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે. આજે અને આવતીકાલે ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવા માટે દેશવ્યાપી મોકડ્રીલ થશે. સરકારી અને ખાનગી બંને આરોગ્ય કેન્દ્રો આમાં ભાગ લે તેવી શક્યતા છે. બીજી તરફ આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઝજ્જર એઈમ્સમાં જઈને સ્ટોક લેશે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન માંડવિયાએ આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ  હોસ્પિટલોમાં સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈનાત કરવાની અને હોટસ્પોટ્સને ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, આપણે સાવચેત રહેવું જોઈએ. સાવચેતી રાખવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. જે કેસ સામે આવી રહ્યા છે તેમાં કફ અને શરદી કે કોઈ વાયરલ ઈન્ફેક્શન છે. માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં તેમજ સમગ્ર વિશ્વમાં કોરોનાના ઝડપી વિકાસને જોતા દરેક નાગરિકની ફરજ છે કે માસ્ક, સેનિટાઈઝરની પ્રેક્ટિસનું પાલન કરે અને અંતર જાળવે.

માંડવિયાએ આરોગ્ય મંત્રીઓને મોક ડ્રીલ જોવા વિનંતી કરી

7 એપ્રિલે યોજાયેલી સમીક્ષા બેઠકમાં માંડવીયાએ રાજ્યના આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા અને મોક ડ્રીલનું અવલોકન કરવા વિનંતી કરી હતી. કેન્દ્રીય મંત્રીએ તેમને 8-9 એપ્રિલના રોજ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરવાની પણ સલાહ આપી હતી.

રાજ્યના આરોગ્ય પ્રધાનો અને મુખ્ય અને વધારાના મુખ્ય સચિવો સાથેની બેઠકમાં, માંડવિયાએ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI) કેસોમાં મોનિટરિંગ વલણો, પરીક્ષણ અને રસીકરણ વધારવા અને હોસ્પિટલોમાં બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઈમરજન્સી હોટસ્પોટ્સ ઓળખવા માટે જીનોમ સિક્વન્સિંગ વધારવા ઉપરાંત તેમણે કોવિડ ફ્રેન્ડલી બિહેવિયરને અનુસરવા અંગે જાગૃતિ લાવવા પર પણ ભાર મૂક્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget