શોધખોળ કરો
કોરોનાના સંકટ વચ્ચે ગુજરાત માટે શું છે મોટા રાહતના સમાચાર? જાણો
ગુજરાતમાં હાલ, 14587 એક્ટિવ કેસો છે. જેની સામે 51692 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 2606 લોકોના કોરોનાથી મોત થયા છે.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસો 15 હજારની નજીક પહોંચી ગયા છે. જોકે, લોકો માટે મોટા રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ખૂબ જ ઊંચો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 75.04 ટકા છે. એટલું જ નહીં, અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોનાના નવા કેસો પણ કંટ્રોલમાં છે. ગુજરાતમાં હાલ, 14587 એક્ટિવ કેસો છે. જેની સામે 51692 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 2606 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1074 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 68885 પર પહોંચી ગઈ છે. શુક્રવારે રાજ્યમાં 1370 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1074 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 68885 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2606 પર પહોંચ્યો છે. શુક્રવારે વધુ 1370 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 51692 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આરોગ્ય વિભાગ અનુસાર, શુક્રવારે વધુ 22 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરતમાં 5, સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશન 3, મોરબી 2, વડોદરા કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વલસાડમાં 1 મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2606 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ધર્મ-જ્યોતિષ




















