અરવલ્લીમાં 'ખાખી' પર એક્શન, પોલીસકર્મીના ઘરેથી વિદેશી દારૂ મળવાના કેસમાં SITની રચના, આરોપી હજુ ફરાર
Gujarat Crime News: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં હવે એક્શન લેવાઇ છે એટલે કે આ સમગ્ર કેસ મામલે SITની રચના કરવામાં આવી છે

Gujarat Crime News: અરવલ્લી જિલ્લામાં ખાખીએ શરમજનક કૃત્ય કર્યુ છે, પોલીસ કૉન્સ્ટેબલ જ બૂટલેગર બન્યો અને તેના ઘરમાંથી વિદેશી દારુ ઝડપાયો હતો. આ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર કેસની તપાસમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. ઘટનાની વિગતો એવી છે કે, અરવલ્લી એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડ્યા હતા. જેમાં સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એસલીબીએ કાર્યવાહી કરી હતી. ત્યારે અરવલ્લીમાં પોલીસ કૉન્સ્ટેબલના ઘરે જ દારૂનો જથ્થો મળ્યો હતો.
માહિતી પ્રમાણે, અરવલ્લી પોલીસ કર્મચારીના ઘરે દારૂ મળવાના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં હવે એક્શન લેવાઇ છે એટલે કે આ સમગ્ર કેસ મામલે SITની રચના કરવામાં આવી છે. કેસની તપાસ હવથી SIT કરશે, આ SITની ટીમમાં ASP, LCB PI, SOG PIનો સમાવેશ કરવામાં આવ્યો છે. બૂટલેગર કૉન્સ્ટેબલ વિજય પરમાર હજુ પણ પોલીસ પકડ બહાર છે.
ધનસુરાના રાહીયોલ ગામના વતની અને છેલ્લા દસ વર્ષથી પોલીસ ખાતામાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પરમારના રાહીયોલ ખાતેના નિવાસસ્થાને દારૂ હોવાની બાતમી જિલ્લા એલસીબી વિભાગને મળતા ગતરોજ પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન ઘરના રસોડાના નીચેના ભાગમાંથી અલગ અલગ બ્રાન્ડની રૂ. ૧.૭૬ લાખની કિંમતની ૨૧૩૮ નંગ વિદેશી દારૂની બૉટલો મળી આવી હતી. પોલીસ ખાતામાં ફરજ બજાવતો કર્મચારી જ બુટલેગર બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
માહિતી અનુસાર, વિજય છનાલાલ પરમાર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો ત્યારે પણ દારૂના કેસમાં ઝડપાયો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે પોરબંદર ખાતે ફરજ પર હતો. એક વખત સસ્પેન્ડ થયા પછી પણ તેણે આ ગેરકાયદેસર ધંધો ચાલુ રાખ્યો હતો. ગત ૮ તારીખે તે પોરબંદરથી વતન રાહીયોલ આવ્યો હતો અને ગતરોજ એલસીબીની રેડ વખતે તે પોતાના નિવાસસ્થાનેથી ફરાર થઈ ગયો હતો.
હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલીસકર્મી વિજય પરમારને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો. સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબીએ કાર્યવાહી કરતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાથી પોલીસ વિભાગની છબીને નુકસાન થયું છે અને તપાસ ચાલી રહી છે.
મુખ્ય બાબતો -
સ્થળ: રાહીયોલ ગામ, ધનસુરા, અરવલ્લી જિલ્લો
આરોપી: વિજય છનાલાલ પરમાર (પોલીસ કોન્સ્ટેબલ)
જપ્ત કરેલ મુદ્દામાલ: રૂ. ૧.૭૬ લાખનો વિદેશી દારૂ (૨૧૩૮ બોટલ)
કાર્યવાહી કરનાર: અરવલ્લી એલસીબી
આરોપીની સ્થિતિ: ફરાર
અગાઉનો ગુનો: દારૂ કેસમાં સસ્પેન્ડ
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલી અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બે ટ્રકમાંથી રૂ. ૪૪ લાખથી વધુની કિંમતની ૧૭,૬૩૪ બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત પોલીસે બંને ટ્રકના ચાલકોની પણ ધરપકડ કરી છે અને બંને ટ્રક સહિત કુલ રૂ. ૨.૧૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો
ખાખી ફરી શર્મશાર: અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
