શોધખોળ કરો

Gujarat cyclone update: ગુજરાત પર આ તારીખે ત્રાટકશે વિનાશક વાવાઝોડું, અંબાલાલ પટેલે કરી આગાહી

Gujarat cyclone update: ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ દરમિયાન વાવાઝોડાનો પણ ખતરો તાળાઇ રહ્યો છે. હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.

Gujarat cyclone update:  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમન સર્જાઇ રહી છે. અરબી સમુદ્રમાં 24મેની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન સર્જાશે. અંબાલાલના આંકલન મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહિ.  હળવા હવાના દબાણના કારણે વાવાઝોડુ લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. 24થી 28 મે વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ જો વાવાઝોડુ ઉદભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો  ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ  વાવાઝોડુ લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે. વાવાઝોડુ સમુદ્રમાં વિખરાઈ પણ શકે છે.

હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

 હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 22મેથી 27 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. 27 મે મે સુધી ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક છૂટ્ટાછવાયા વરસાદની આગાહી છે.હવામાન વિભાગે ગુજરાતમાં  સાત દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર એકસાથે બે- બે સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ સુધી ભારે પવન અને ગાજવીત સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મોટાભાગના સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે.

વામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં સવારથી વરસાદની એન્ટ્રી થઈ ગઇ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભારે વરસાદથી ડભોલી હરિદર્શનના ખાડામાં  પીણી ભરાયા હતા. વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને પારાવાર મુશ્કેલનો સામલો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતત છે. માવઠાથી ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. આ વરસાદે બાગાયતી પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. કેરી સહિતના પાકને નુકસાન થયું છે.

રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અમુક જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનો અંદાજ છે. વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ હતી. બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટ્ઠાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જવાની શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget