Rain Forecast:26 મે સુધી આ જિલ્લામાં ભારે પવન, ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 27 મે સુધી વરસાદી માહોલ રહેશે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે

Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 22મેથી 27 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. 27 મે મે સુધી ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક છૂટ્ટાછવાયા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર એકસાથે બે- બે સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ સુધી ભારે પવન અને ગાજવીત સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મોટાભાગના સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે.
Rain Forecast:હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં સવારથી વરસાદની એન્ટ્રી થઈ ગઇ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભારે વરસાદથી ડભોલી હરિદર્શનના ખાડામાં પીણી ભરાયા હતા. વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને પારાવાર મુશ્કેલનો સામલો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતત છે. માવઠાથી ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. આ વરસાદે બાગાયતી પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. કેરી સહિતના પાકને નુકસાન થયું છે.
રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અમુક જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનો અંદાજ છે. વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ હતી. બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટ્ઠાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જવાની શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.
આજે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં છૂટ્ટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં છૂટ્ઠાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.





















