શોધખોળ કરો

Gujarat Election 2022: સી.આર.પાટીલે અચાનક લીધી બોટાદની મુલાકાત, અનેક તર્કવિતર્ક

Gujarat Election 2022: પાટીલ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક કરવાના હતા પરંતુ આ બેઠક એકાએક રદ કરી મહત્ત્વના કાર્યકરો સાથે બેઠક યોજતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે અચાનક બોટાદની મુલાકાત લીધી. બોટાદ RTO હેલિપેડ ખાતે ભાજપના આગેવાનોએ સીઆર પાટીલનું સ્વાગત કર્યુ હતું. સુરતના ઉદ્યોગપતિ જીવરાજભાઈ ધારુકા, વલ્લભભાઈ ટોપી સહિત ઉધોગપતીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી હતી. પાટીલ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક કરવાના હતા પરંતુ આ બેઠક એકાએક રદ કરી મહત્ત્વના કાર્યકરો સાથે બેઠક  યોજતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બોટાદના સાળંગપુર રોડપર આવેલી ખાનગી હોટલમાં તેમણે બેઠક કરી હતી.

ગુજરાતમાં ક્યારે છે મતદાન

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કા અંતર્ગત મતદાન યોજાશે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

‘હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ’; ભાજપના ઉમેદવારનું વિવાદાસ્પદ નિવેદન

દાંતાના ભાજપના ઉમેદવાર લધુભાઇ પારગીનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારે નિવેદન આપતાં કહ્યું, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ, તમે યાદ રાખો. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર લધુ પારગીએ ભાજપનું નાક દબાવીને ટિકિટ મેળવી છે. ABP અસ્મિતા વીડિયોની પુષ્ટિ નથી કરતું.

કલોલ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરનો મોટો આરોપ

કલોલના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ભાજપ ઉપર આરોપ લગાવતાં કહ્યું, ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ અધિકારીઓ કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને ધમકાવે છે, કોંગ્રેસમાં નિષ્ક્રિય થઇ જવા કોંગ્રેસ આગેવનોને પોલીસ દબાણ કરે છે, કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે, કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવા ધમકી અપાય છે. જો
પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022: લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, તો આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget