Gujarat Election 2022: ભાજપનું ભવિષ્ય ઉજ્જવળ, હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર નિર્ભર : દિલીપ સંઘાણી
કૉંગ્રેસમાંથી ભાજપમાં આવનાર હાર્દિક પટેલને દિલીપ સંઘાણીએ સલાહ આપી છે
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવનાર હાર્દિક પટેલને દિલીપ સંઘાણીએ સલાહ આપી છે. સંઘાણીએ ભાજપને BJPમાં રહીને BJPની વિચારધારા મુજબ વર્તન કરવાની સલાહ આપી છે.
ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને વ્યવહાર સુધારવાની સલાહ આપી છે. ભાજપમાં રહીને વિચારધારા પ્રમાણે વર્તન કરવાની હાર્દિકને સલાહ આપી છે. હાર્દિક પટેલ કોગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે. તે વિરમગામ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.
સંઘાણીએ કહ્યું હતું કે ભાજપનું ભવિષ્ય ઉજ્જવળ, હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર નિર્ભર કરશે. ભાજપમાં આવનારાઓએ ભાજપની વિચારધારા અપનાવવી પડશે.
Gujarat Election 2022: AAP ના ગોપાલ ઈટાલિયાએ કર્યુ મતદાન, લોકોને કરી આ અપીલ
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે બે કલાકમાં અંદાજિત 10 થી 12 ટકા મતદાન થયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
સુરતની કતારગામ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ. મતદાન કર્યાનો ફોટો ટ્વિટર પર મૂકી તેમણે લખ્યું, તમારા એક મતથી પેપર ફૂટવાની ઘટના બંધ થશે, તમારા મતથી તમારું ભાગ્ય બદલશે. મતદાન અવશ્ય કરો. જય હિન્દ
Gujarat Election 2022: અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર ગેસ સિલિન્ડર બાંધીને વોટ આપવા નીકળ્યા, જુઓ વીડિયો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મત આપવા સાયકલના સ્ટેન્ડ પર ગેસ સિલિન્ડર બાંધીને નીકળ્યા હતા.
મત આપ્યા બાદ શું કહ્યું ધાનાણીએ
પરેશ ધાનાણીએ મત આપ્યા બાદ કહ્યું, ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે. ગેસ અને ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, શિક્ષણનું ખાનગીકરણ થયું છે. સત્તાનું પરિવર્તન થશે અને કોંગ્રેસ આવશે