શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો શું-શું કર્યાં વાયદા
Congress Manifesto: મિશન 2022 માટે કોંગ્રેસ આજે વચનનામું જાહેર કર્યુ છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. ‘બનશે જનતાની સરકાર’ના નામે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.
ચૂંટણી ઢંઢેરાના મુખ્ય વાતો
- રાહુલ ગાંધીએ અગાઉ કરેલા વાયદાનો સમાવેશ
- મફતના સ્થાને અધિકારો પર ભાર
- સ્થાનિક રોજગારી ઉભી કરવા પર ભાર
- 300 યુનિટ ફ્રી વીજળી
- ખેડ્તોને 10 કલાક ફ્રી વીજળી
- 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ
- વર્ષે 25 હજારનો ફાયદો કરાવવાનો વાયદો
- વધુમાં વધુ રોજગારી આપવાનું વચન
- 500 રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર અપાશે
- સૈન્ય એકેડેમી ખોલશે
- કેજીથી પીજી સુધી શૈક્ષણિક ખર્ચ માટે 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ
- સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવા માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
- ખેત પેદાશના પોષણક્ષણ ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિ
- કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ 1 હજાર કરોડનું બજેટ
- માછીમારો માટે માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના કરાશે
- શ્રમિકોને સમાનકામ અને સમાન વેતનનો લાભ મળશે
- પીએફ, ઈએસઆઈ અને બોનસલનો લાભ અપાશે
- શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના નામનુ મળશે ઘરનું ઘર
- પંચાયતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશે
Ahmedabad | Congress launches party's election manifesto for #GujaratAssemblyPolls pic.twitter.com/AaXomu7Ruw
— ANI (@ANI) November 12, 2022
- જાતિ આધારિત વસતી ગણતરી અન કાયમી અનામત આયોગની રચના
- સંતુલિત ઔદ્યોગિક નીતિ
- મોટેરા સ્ટેડિયમનું નામ ફરી સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ કરાશે
- સ્થાનિક સિરામિક ઉદ્યોગ, એન્જિનિયિંગ ઉદ્યોગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
- પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવીશું
- બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર
- બારમાસી બંદરોનો વિકાસ
- લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય આપવામાં આવશે
- પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે
આવો કરીએ પરિવર્તનનો પ્રારંભ. કોંગ્રેસ પક્ષ વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી ઢંઢેરા ની જાહેરાત.. @ashokgehlot51 @RaghusharmaINC @Jagdishthakormp @Pawankhera #कांग्रेस_का_जन_घोषणा_पत्र https://t.co/pXEmpLfmKQ
— Gujarat Congress (@INCGujarat) November 12, 2022
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion