શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Election 2022 Live Updates : ગુજરાત ભાજપની ટીમને PM મોદીએ આ વાત માટે આપ્યા અભિનંદન

ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે.

LIVE

Key Events
Gujarat Election 2022 Live Updates :   ગુજરાત ભાજપની ટીમને PM મોદીએ આ વાત માટે આપ્યા અભિનંદન

Background

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે. ત્યારે બંને તબક્કાની બેઠકો માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને જંગી રેલીઓને સંબોધન કરશે.

પીએમ મોદી આજે બપોરે 1 વાગ્યે ભરુચના નેત્રંગમાં, બપોરે સાડા ત્રણ વાગ્યે ખેડા અને સાંજે સાડા છ વાગ્યે સુરતના મોટા વરાછામાં જાહેર સભાને સંબોધન કરશે જે બાદ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે અને બાદમાં આવતીકાલે કચ્છના અંજાર, ભાવનગરના પાલિતાણા અને રાજકોટમાં જાહેરસભાને સંબોધન કરશે. તો મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખડગે આજે ડેડીયાપાડા અને ઓલપાડમાં સભાને સંબોધન કરશે. તો આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જામનગરમાં રોડ શોમાં ભાગ લેશે.

15:22 PM (IST)  •  27 Nov 2022

સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે

ભરૂચના  નેત્રંગમાં પીએમ મોદીએ જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પહેલા 3 ધોરણ ભણીને દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી આજે આદિવાસી દીકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.

12:01 PM (IST)  •  27 Nov 2022

કિરીટ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું

મનોદિવ્યાંગ એવા કમાભાઈને લઈને પાટણ કૉંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કમાથી ચૂંટણી જીતાતી હોય તો કમાને ટિકિટ આપો અને કમાને ગુજરાતનો સીએમ બનાવો એટલે ગુજરાતનો વિકાસ થશે. સાથે જ કિરીટ પટેલે મતદારોને ઉમેદવારોને લઈ પણ વિવાદીત સલાહ આપી હતી. કિરીટ પટેલે પાટણમાં યોજાયેલ ચૂંટણી સભામાં મતદારોને વિવાદીત સલાહ આપતા કહ્યું કે બે બાબત જુઓ કાં તો સાવ ચોખ્ખો જુઓ કાં તો સાવ લુખ્ખા જોવો.

11:27 AM (IST)  •  27 Nov 2022

દાંતાના ભાજપના ઉમેદવાર લઘુ પારઘી નિયમોનું ભાન ભૂલ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન દાંતાના ભાજપના ઉમેદવાર લધુભાઇ પારગીનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારે નિવેદન આપતાં કહ્યું, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ, તમે યાદ રાખો. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર લધુ પારગીએ ભાજપનું નાક દબાવીને ટિકિટ મેળવી છે. ABP અસ્મિતા વીડિયોની પુષ્ટિ નથી કરતું

11:08 AM (IST)  •  27 Nov 2022

રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા સાથે લીધા ગુરુ લાલબાપુના આશીર્વાદ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના ધર્મપત્ની રિવાબા જાડેજા ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે માતાજીના તથા સંત શ્રી પૂજ્ય લાલબાપુના દર્શનાર્થે પહોંચ્યા હતા. જામનગરમાં ભાજપના ઉમેદવાર તરીકે રિવાબા જાડેજા જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ લાલબાપુ ના આશીર્વાદ લીધા હતા.

હું ક્યારેય કોંગ્રેસ નહીં છોડુંઃ લલિત વસોયા

ધોરાજી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે. ઉપલેટામાં જનસભા સંબોધતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું કોગ્રેસ ક્યારેય છોડીશ નહી, જે દિવસે કોગ્રેસમાં નહી હોઉ ત્યારે તે દિવસે ઘરે બેસી અને ખેતી કરીશ. વસોયાએ કહ્યું કે ચૂંટણી પહેલા ઘણા સમયથી ચાલતું હતું કે લલિત વસોયા ભાજપમાં જશે. લલિત વસોયાને ભાજપ ઉપર પ્રેમ છે પરંતુ કોંગ્રેસ હું છોડીશ નહીં. જે દિવસે કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ ભાજપમાં નહીં જવાની ખાતરી આપી હતી. સાથે જ ભાજપ પર ગ્લોબલ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે રાત્રે ઉપલેટામાં સમર્થન જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

10:08 AM (IST)  •  27 Nov 2022

કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ગંભીર આરોપ લગાવ્યા

કલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહ્યો છે. તો પોલીસ અધિકારીઓ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને ધમકાવે છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવાની ધમકી અપાય છે અને કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. અને જો પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની બળદેવજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગોAmreli Murder Case : અમરેલીમાં ખૂદ બનેવીએ જ કરી નાંખી સાળાની હત્યા, કારણ જાણીને ચોંકી જશોAMC Junior Clerk Exam Controversy : જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ યુવરાજસિંહે શું ઉઠાવ્યા સવાલ?Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Mega Auction: રોહિત-કોહલીથી પણ મોંઘા આ ત્રણ ખેલાડીઓ, એટલા રૂપિયા વરસ્યા કે IPLના તમામ રેકોર્ડ તૂટ્યા
IPL 2025 Mega Auction: રોહિત-કોહલીથી પણ મોંઘા આ ત્રણ ખેલાડીઓ, એટલા રૂપિયા વરસ્યા કે IPLના તમામ રેકોર્ડ તૂટ્યા
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ
Embed widget