Gujarat : સૌરાષ્ટ્રની કઈ ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભડકાના એંધા? 7 સભ્યો નારાજ
સૌરાષ્ટ્રની ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભડકાના એંધાણ દેખાઈ રહ્યા છે. જામનગર જિલ્લાની ભાજપ શાસિત લાલપુર તાલુકા પંચાયતમાં ભડકો થવાના એંધાણ છે
જામનગરઃ સૌરાષ્ટ્રની ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભડકાના એંધાણ દેખાઈ રહ્યા છે. જામનગર જિલ્લાની ભાજપ શાસિત લાલપુર તાલુકા પંચાયતમાં ભડકો થવાના એંધાણ છે. તાલુકા પંચાયતમાં પોતાના વિસ્તારના કામો ન થતા હોય અને સતત અવગણનાથી નારાજ થઈ 7 સભ્યો અજ્ઞાત સ્થળે પહોંચ્યા છે. પાર્ટીમાં અમુક જ લોકોનું ચાલતું હોવાનું તે જેમ કહે તેમ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
Gujarat Election 2022 : કઈ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની ઉઠી માંગ? ઠેર ઠેર લાગ્યા પોસ્ટર
Gujarat Election 2022 : રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિધાનસભાની ચૂંટણી પહેલા બેનર લાગ્યા. ધોરાજી ઉપલેટામા ઠેર ઠેર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવા બેનરો મારવામાં આવ્યા. ધોરાજી ધારાસભ્ય લલિત વસોયાએ બેનર બાબતે પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીના તમામ ટિકિટ માંગનાર સ્થાનિકો છે.
ભાજપ પાર્ટીમા બહારના ઉમેદવારો હોઈ ભાજપ કાર્યકરો ને અસન્તોષ હોઈ અને કોઈ કાર્યકરોએ બેનર માર્યા હોઈ તેવું મને લાગે છે. સ્થાનિક ઉમેદવાર હોઈ તો લોકોના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. ભવિષ્યમા બંને પાર્ટીમા બહારના ઉમેદવાર આવેલ હોઈ ધોરાજીનો વિકાસ થઈ શક્યો ન હતો.
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેમજ દિવાળી પછી ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેવામાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની વધુ એક યાદી એબીપી અસ્મિતા પાસે આવી છે. અમદાવાદ જિલ્લાની 5 બેઠકો પરના સંભવિત ઉમેદવારોની એક્સકલુઝિવ યાદી અહીં આપી છે.
વિરમગામ
લાખાભાઇ ભરવાડ, સિટિંગ એમએલએ
અમરસિંહ ઠાકોર
નટુજી ઠાકોર
સાણંદ
નટુભા વાઘેલા
પંકજસિંહ વાઘેલા
મહાદેવભાઇ કોળી પટેલ
રમેશભાઈ કોળી પટેલ
કાંતિભાઈ કોળી પટેલ
ધોળકા
અશોકભાઈ રાઠોડ
અશ્વિનભાઈ રાઠોડ
જશુભાઇ સોલંકી
ધંધુકા
રાજેશ ગોહિલ, સિટિંગ એમએલએ
હરપાલસિંહ ચુડાસમા, પ્રમુખ, ગુજરાત યુથ કોંગ્રેસ
દસક્રોઈ
ઉમેશ ઝાલા
મોહબતસિંહ ડાભી
મિશન 2022માં મહિલાઓને ટિકિટ આપવા માંગણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખે સશકત મહિલાઓને ટિકિટ આપવા માગણી કરી છે. ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ 23 બેઠકો પરની યાદી સાથે ટિકિટની માગણી કરી છે. ગાયત્રીબા વાઘેલા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છેય હોદ્દા ઉપર રહી ચૂકેલા અને હાલમાં હોદ્દો ધરાવતા 23 મહિલાઓ માટે ટિકિટ માગી છે.
ક્યાં કોને ટિકિટ આપવા માંગ?
માંડવી - કલ્પના જોશી, ઉપપ્રમુખ, ગુજરાત મહિલા કોંગ્રેસ
ગાંધીધામ - કોકિલાબેન ધેડા, પૂર્વ સદસ્ય, ગાંધીધામ નગરપાલિકા
વડગામ - સવિતાબેન શ્રીમાળી, મહામંત્રી, પાટણ જિલ્લા કોંગ્રેસ,
ચેરમેન ટાઉન પ્લાનિંગ, રાધનપુર નગરપાલિકા
રાજકોટ શહેર - ભાનુબેન સોરાણી, વિપક્ષના નેતા, રાજકોટ મહાનગર પાલિકા
ધોરાજી - ભાવનાબેન ભૂત, પૂર્વ સદસ્ય, રાજકોટ જિલ્લા પંચાયત
પૂર્વ પ્રમુખ, રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ
કેશોદ - ધર્મિષ્ઠાબેન કામાણી, પૂર્વ મંત્રી, ગુજરાત મહિલા કોંગ્રેસ
કંડોરણા - જેતપુર - શારદાબેન વેગડા, સદસ્ય જેતપુર - નવાગામ નગરપાલિકા
મહામંત્રી, ગુજરાત મહિલા કોંગ્રેસ
ભાવનગર પૂર્વ - પારૂલબેન ત્રિવેદી, પૂર્વ મેયર, પૂરવા મહિલા પ્રમુખ, ભાવનગર
ગઢડા - ગીતાબેન પરમાર, પ્રમુખ, બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ
લીંબડી - કલ્પનાબેન મકવાણા, પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત
લુણાવાડા - પ્રેમબા હાડા, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ
ખેડા - સુધાબેન ચૌહાણ, પ્રમુખ, ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ
કરજણ - નીલાબેન ઉપાધ્યાય, ઉપપ્રમુખ, મહિલા કોંગ્રેસ
પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત
મહેસાણા - ડો. મેઘના પટેલ, પૂર્વ પ્રમુખ, મહેસાણા શહેર મહિલા કોંગ્રેસ
પાલનપુર - બબીબેન ચૌધરી, પૂર્વ પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ
ઊંઝા - પિંકીબેન પટેલ, પૂર્વ નગરસેવક, ગાંધીનગર મહાપાલિકા
દહેગામ - કામીનીબા રાઠોડ, પૂર્વ ધારાસભ્ય, દહેગામ
માણસા - ગીતાબેન પટેલ, પૂર્વ સદસ્ય, ગાંધીનગર જિલ્લા પંચાયત
પૂર્વ ઉપપ્રમુખ મહિલા કોંગ્રેસ, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
કડી - લીલાબેન ત્રિવેદી, મહામંત્રી ગાંધીનગર, શહેર મહિલા કોંગ્રેસ
ઈડર - કમળાબેન પાંભર
સયાજીગંજ - પુષ્પાબેન વાઘેલા
જામનગર - નયનાબા જાડેજા, પૂર્વ પ્રમુખ જામનગર મહિલા કોંગ્રેસ
પારડી - આશાબેન ડૂબે