શોધખોળ કરો
ખતરાની ઘંટી! ગુજરાતના આ જિલ્લાઓમાં 3 કલાકમાં ભારે વરસાદ, IMD એ જાહેર કર્યું ‘રેડ એલર્ટ’!
Gujarat Rain Alert: રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સૂચના.
Gujarat Rain: ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા આજે, 28 જુલાઈ 2025 ના રોજ સાંજે 4:00 વાગ્યે જાહેર કરાયેલ "નાઉકાસ્ટ" મુજબ, આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
1/4

ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ (15 mm/hr થી વધુ) અને હળવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, નાગરિકોને હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
2/4

ભારે વરસાદની શક્યતા (Heavy Rain): પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 15 mm/hr થી વધુ વરસાદ સાથે હળવા ગાજવીજ અને 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે.
Published at : 28 Jul 2025 04:59 PM (IST)
આગળ જુઓ




















