શોધખોળ કરો
Advertisement
તહેવારોમાં મંદિરો ખૂલશે કે નહીં તેને લઈને ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના દૈનિક કેસો 1 હજારથી વધુ આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મોટો નિર્ણય લીધો છે
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના દૈનિક કેસો 1 હજારથી વધુ આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા, તાજીયા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે વિવિધ મંડળના આગેવાનોએ સરકારને કરેલી રજૂઆતના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ઓગસ્ટ મહિના દરમિયાન જેટલા તહેવારો આવે છે, એમાં કોઈ પણ પ્રકારની શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા કે તાજીયા, તાજીયાના જુલૂસ, શોભાયાત્રા સ્વરૂપે મૂર્તિ વિસર્જન આ તમામ પ્રકારની જાહેર ઉજવણી બંધ કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આ માસ દરમિયાન એક પણ તહેવારની ઉજવણી નહીં થાય. ઓગસ્ટ મહિનામાં જેટલા પણ તહેવાર આવે છે તેની જાહેર ઉજવણી પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. પછી તે ગણેશોત્સવ હોય કે જન્માષ્ટમી કે પછી તાજિયાના જૂલુસ. કોરોના મહામારીને લઈ આ મહિનામાં આવતાં તહેવારોની નહીં તો કાઢી શકાય શોભાયાત્રા. નહીં તો પદયાત્રા.
વડોદરાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, વિવિધ મંડળોના આગેવાનોની રજૂઆતને લઈ સરકારે આ નિર્ણય લીધો છે. મતલબ કે ગણેશોત્સવના પંડાલ નહીં થાય, ગણેશજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે.
આ તરફ સૌરાષ્ટ્રના વિશ્વ પ્રસિદ્ધ મંદિરોમાં તહેવારોમાં ભીડ એકત્રીત ન થાય તે માટે મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિર ઈતિહાસમાં પ્રથમવાર ચાર દિવસ સુધી બંધ રહેશે તો સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકાતીર્થ, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર દર્શન માટે બંધ રહેશે તો દ્વારકામાં આવેલ શનિ મંદિરો પણ 10થી 13 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વીરપુરનું જલારામ મંદિર 20 ઓગસ્ટ સુધી બંધ રહેશે. આ સાથે જ કાગવડ ખોડલધામ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion