કોરોનાની ત્રીજી લહેરના અનુમાનને પગલે હાઈકોર્ટે રૂપાણી સરકારને શું આપ્યો આદેશ?
ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું માળખું મજબૂત કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોમાં સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જરૂરી સાધન સામગ્રી તેમજ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ નિયમિત ભરતી કરે, તેમ હાઇકોર્ટે હુકમ કર્યો છે.
અમદાવાદઃ કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટનો મહત્વનો હુકમ કર્યો છે. મેડિકલ એક્સપોર્ટના અનુમાન મુજબની કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. રાજ્ય સરકારની તૈયારીઓમાં ઉણપ ના હોવી જોઈએ, તેમ હાઈકોર્ટે હુકમમાં જણાવ્યું છે.
ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું માળખું મજબૂત કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોમાં સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જરૂરી સાધન સામગ્રી તેમજ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ નિયમિત ભરતી કરે, તેમ હાઇકોર્ટે હુકમ કર્યો છે.
મ્યુકર માઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નહીં. મ્યુકર માઇકોસીસના ઇન્જેક્શનની રાજ્યમાં અછત. દરેક જિલ્લામાં ખાનગી, કોર્પોરેશનની તેમજ સરકારી હોસ્પિટલ્સમાં ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેનું માળખું અને નીતિ સરકાર બનાવે, તેમ પણ હાઇકોર્ટ હુકમમાં જણાવ્યું છે.
આ માળખું અને નીતિ બનાવવા માટે સરકાર તજજ્ઞ સમિતિ નો પરામર્શ કરે. ઇન્જેક્શનની ઉપલબ્ધિ અને ઉપયોગની વિગતો આરોગ્ય વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવે. હોસ્પિટલ્સ પાસે પણ ઇન્જેક્શન બાબતનો નિયમિત રિપોર્ટ લેવામાં આવે. મ્યુકર માઇકોસીસના ઇન્જેક્શનની વહેંચણી વધુ ચોક્કસ, પારદર્શી અને અસરકારક રીતે થાય એ રીતની સરકાર નીતિ બનાવે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,085 નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 10007 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,32,748 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55548 પર પહોંચ્યો છે. જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર અને 54954 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.82 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોપોરેશન 362, વડોદરા કોપોરેશન 362, સુરત કોપોરેશન 227, સુરત 172, વડોદરા 164, રાજકોટ કોપોરેશન 120, જુનાગઢ કોપોરેશન 113, જુનાગઢ 99, સાબરકાંઠા 94, કચ્છ 83, પંચમહાલ 82, અમરેલી 76, ભરૂચ 71, મહેસાણા 71, બનાસકાંઠા 69, ખેડા 65, આણંદ 64, ભાવનગર કોપોરેશન 64, રાજકોટ 63, પોરબંદર 62, જામનગર કોપોરેશન 55, નવસારી 49 વલસાડ 49, દેવભૂમિ દ્વારકા 47, અરવલ્લી 43, પાટણ 42, ગાાંધીનગર કોપોરેશન 38, જામનગર 36, ગીર સોમનાથ 34, ભાવનગર 31, મહીસાગર 30, ગાાંધીનગર 29, દાહોદ 27, સુરેન્દ્રનગર 20, નર્મદા 18, અમદાવાદ 16, છોટા ઉદેપુર 14, મોરબી 11, તાપી 10, બોટાદ 2 અને ડાંગમાં 1 કેસ સાથે કુલ 3085 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
અમદાવાદ કોપોરેશન 6, વડોદરા કોપોરેશન 3, સુરત કોપોરેશન 2, સુરત 5, વડોદરા 2, રાજકોટ કોપોરેશન 0, જુનાગઢ કોપોરેશન 0, જુનાગઢ 1, સાબરકાાંઠા 0, કચ્છ 1, પંચમહાલ 1, અમરેલી 1, ભરૂચ 1, મહેસાણા 2, બનાસકાાંઠા 1, ખેડા 0, આણંદ 1 , ભાવનગર કોપોરેશન 1, રાજકોટ 0, પોરબાંદર 0, જામનગર કોપોરેશન 2, નવસારી 0, વલસાડ 0, દેવભૂમી દ્વારકા 0, અરવલ્લી 0, પાટણ 1, ગાાંધીનગર કોપોરેશન 0, જામનગર 0, ગીર સોમનાથ 0, ભાવનગર 1, મહીસાગર 1, ગાાંધીનગર 0, દાહોદ 2, સુરેન્દ્રનગર 0, નર્મદા 0, અમદાવાદ 0, છોટા ઉદેપુર 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0 અને ડાંગમાં 1 મોત સાથે કુલ 36 મોત નોંધાયા છે.
રાજ્યમાં આજે કુલ 2,19,913 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં સાજા થવાનો દર 91.82 ટકા છે.