શોધખોળ કરો

ગુજરાત સરકારે કોરોના સંક્રમણ અને મૃત્યદરને લઈને શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

ગુજરાતમાં કોરોનાં સંક્રમણના કેસ ઘટવા અને મૃત્યુ દર વધવા સંદર્ભે આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે નિવેદન આપ્યું છે. અન્ય દેશો અને રાજ્યો જેમ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો ડાઉન ફોલ શરૂ થયો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાં સંક્રમણના કેસ ઘટવા અને મૃત્યુ દર વધવા સંદર્ભે આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે નિવેદન આપ્યું છે. અન્ય દેશો અને રાજ્યો જેમ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો ડાઉન ફોલ શરૂ થયો છે. અલબત્ત કોમઓરબીટ કન્ડિશન અને અન્ય કારણોસર મૃત્યુદરમાં થોડો વધારો જરૂર થયો છે.

આરોગ્ય વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં આગામી એક બે અઠવાડિયામાં કોરોના કેસ અને મૃત્યુદરમા પણ ઘટાડો થશે. અન્ય દેશમાં પણ જે ટ્રેન્ડ હતો કે પિક પર ગયા બાદ એક બે અઠવાડિયામાં જ કોરોના સંક્રમણ એકદમ ઘટ્યું હતું તેવુ જ ગુજરાતમાં પણ થઈ રહ્યું છે.

કોરોના સંક્રમણ નિયંત્રણની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને 6 કલાકે કોર કમિટીની બેઠક મળશે. કમિટીની બેઠકમાં નવી એસઓપી બાબતે નિર્ણય લેવાશે. ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં કર્ફ્યુનો યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે વધારાના 17 શહેરમાં ચાલી રહેલા રાત્રી કર્ફ્યુ બાબતે લેવાશે કોર ગ્રુપમાં નિર્ણય લેવામાં આવશે. લગ્ન પ્રસંગની નક્કી કરેલી સંખ્યામાં વધારો કરવો કે નહીં તે બાબતે પણ નિર્ણય થઇ શકે છે. આવતીકાલે સવારે 6 વાગે કર્ફ્યુની મુદત પૂર્ણ થઈ રહી છે.

રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં અત્યારે રાત્રિ કરફયુનો અમલમાં છે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.

આજે ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ રાત્રિ કર્ફયુનો અમલ ચાલું રાખવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. 

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12,911 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1,17,884 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 304 લોકો વેન્ટીલેટર પર છે. 1,17,580 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,92,431 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10345 લોકોના મોત થયા છે. 

બીજી તરફ આજે 23,197  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.56 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  22 મોત થયા. આજે 2,13,822 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4405, વડોદરા કોર્પોરેશનમાં 1871, રાજકોટ કોર્પોરેશનમાં 1008, સુરત કોર્પોરેશનમાં 708, વડોદરામાં 524, સુરતમાં 386, ગાંધીનગર કોર્પોરેશનમાં 364, મહેસાણામાં 302, પાટણમાં 270, રાજકોટમાં 259, બનાસકાંઠામાં 243, કચ્છમાં 243, ભાવનગર કોર્પોરેશનમાં 233, આણંદમાં 196, ભરૂચમાં 180, જામનગર કોર્પોરેશનમાં 172, વલસાડમાં 171, મોરબીમાં 166, ગાંધીનગરમાં 158, ખેડામાં 144, નવસારીમાં 142, સાબરકાંઠામાં 105, અમદાવાદમાં 96, સુરેન્દ્રનગરમાં 70, અમરેલીમાં 69, પંચમહાલમાં 50, જામનગરમાં 43, દાહોદમાં 37, ગીર સોમનાથમાં 36, જૂનાગઢમાં 36, દેવભૂમિ દ્વારકામાં 33, પોરબંદરમાં 32, ભાવનગરમાં 30, મહીસાગરમાં 29, તાપીમાં 28, અરવલ્લીમાં 19, છોટા ઉદેપુરમાં 15, જૂનાગઢ કોર્પોરેશનમાં 15, નર્મદામાં 12 બોટાદમાં 6, ડાંગમાં 5 નવા કેસ નોંધાયા છે.

આજે કોરોનાના કારણે 22 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં ત્રણ, સુરત કોર્પોરેશનમાં એક, મહેસાણામાં બે, ભાવનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, ભરૂચમાં બે, વલસાડમાં એક, નવસારીમાં એક, ભાવનગરમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Embed widget