શોધખોળ કરો

ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં તૂડી પડશે વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

૧૧થી ૧૭  જૂન સુધી સુરત અને દિવ આવીને અટકી ગયેલું ચોમાસુ સાત દિવસ બાદ ગતિમાં આવ્યું છે. ચોમાસુ રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. રાજ્યના ૫૦થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં ૭ ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સવારે ૬થી ૮માં ૫ ઈંચ જ્યારે સવારે ૮થી ૧૦માં ૨ ઈંચ એટલે કે ચાર કલાકમાં જ સાત ઈંચ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, મહેસાણા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ૨૩-૨૪ જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના છે.

સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો વિજયનગરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ ઈડર અને ખેડબ્રહ્મામાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર થઈ છે. મહેસાણા શહેરમાં તો મેઘરાજાની થઈ ધમાકેદાર એંટ્રી થઈ છે. એક કલાકમાં જ 3 ઈંચ વરસાદ ખાબકતા મહેસાણા શહેર જળબંબાકાર થયું છે. મહેસાણાની અનેક સોસાયટીઓમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શહેરનું ગોપીનાળું અને ભમરિયું નાળામાં પાણી ભરાતા બંને નાળા બંધ કરી દેવાયા છે. તો મહેસાણાના પરા વિસ્તારમાં 4 ફૂટ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. જ્યારે સોમનાથ ચોકમાં પણ રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન થયા છે. હજુ તો ચોમાસાની થઈ છે શરૂઆત છે ત્યાં જ મહેસાણા શહેરમાં પાણી ભરાતા નગરપાલિકાના પ્રી-મોનસૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે.

ગઈકાલે 4 કલાકમાં જ આણંદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે આણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડમાં પાણી ભરાવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા. તેમજ તુલસીનગર વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે રસ્તો અવર જવર માટે બંધ કરાયો હતો.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget