શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કોંગ્રેસનાં ટોચના મહિલા નેતાનાં આક્ષેપઃ ‘નેતાઓના ઝભ્ભા પકડીને ફરતી રૂપાળી યુવતીઓ અને રૂપલલનાને ટિકીટો અપાઈ છે........’
સોનલ પટેલે પોતાની ટિકિટ નક્કી હોવાનો આક્ષેપ કર્યા પછી અપમાન કરીને ટિકિટ કાપી હોવાનો આક્ષેપ કરીને સવાલ કર્યો કે, મહિલાઓને ટિકિટ જ ન આપવી હોય તો પક્ષનું કામ શા માટે કરાવો છો ?
અમદાવાદઃ કોંગ્રેસે મહાનગરપાલિકામાં પસંદ કરેલા ઉમેદવારો સામે જોરદાર અસંતોષ છે ત્યારે ગુજરાત પ્રદેશે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ગંભીર આક્ષેપ કર્યો છે કે, નેતાઓના ઝભ્ભા પકડીને ફરતી સ્વરૂપવાન યુવતીઓ અને રૂપલલનાને ટિકીટો આપી દેવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, 20 લાખમાં ટિકિટોનો સોદો કરાયો છે. અમદાવાદમાં ઇન્ડિયા કોલોનીમાં છેલ્લી ઘડીએ ટિકિટ કપાતાં ગુજરાત પ્રદેશે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે આકરા તેવર બતાવ્યા છે. કોંગ્રેસ સોનલ પટેલ સામે શિસ્તભંગનાં પગલાં ભરે તેવી શક્યતા છે.
સોનલ પટેલે પોતાની ટિકિટ નક્કી હોવાનો આક્ષેપ કર્યા પછી અપમાન કરીને ટિકિટ કાપી હોવાનો આક્ષેપ કરીને સવાલ કર્યો કે, મહિલાઓને ટિકિટ જ ન આપવી હોય તો પક્ષનું કામ શા માટે કરાવો છો ? તેમણે કહ્યું કે, નેતાઓની ગમતી સ્વરૂપવાન મહિલા-રૂપલલનાઓને ટિકિટો આપી દેવામાં આવી છે. ઇન્ડિયા કોલોનીમાં કોંગ્રેસે જે ઉમેદવારોની પેનલ નક્કી કરી છે તે ભાનુભાઇ કોઠિયા ભાજપના છે જ્યારે અન્ય મહિલા પસંદ થઇ છે તેમના પતિ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલાં છે.
તેમણ કહ્યું કે, દર ચૂંટણીમાં ટિકિટો વહેંચાતી નથી પણ વેચાય છે. સોનલ પટેલે આક્ષેપ કર્યો કે,ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિમતસિંહ પટેલ કોંગ્રેસની બાપની પેઢી સમજી બેઠા છે. શું આ બે નેતાઓનું જ ચાલે છે ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion