Gujarat Politics Live: કલોલ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય, બબીતાબેન ઠાકોર બન્યા પ્રમુખ
Gujarat Local Body Politics: કલોલ તાલુકા પંચાયતમાં રાજકીય ડ્રામા વચ્ચે ભાજપનો વિજય થયો હતો
LIVE
Background
સુરત જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરાઇ
સુરત જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરાઇ હતી. પ્રમુખ તરીકે ભાવિની અતુલ પટેલની વરણી કરાઇ હતી તો ઉપ પ્રમુખ તરીકે રોહિત મનહર પટેલની પસંદગી થઇ હતી. કારોબારી ચેરમેન તરીકે જીતેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ તો શાસક પક્ષના નેતા તરીકે રવજી સોમાભાઈ વસાવાની વરણી કરાઇ હતી
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન પારેઘીની પસંદગી કરાઇ હતી. તો ઉપપ્રમુખ તરીકે હીરાભાઈની વરણી કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ તો શાસક પક્ષના નેતા તરીકે સરોજબેન ડાંગરોચાની વરણી કરાઇ હતી.
હેતલબેન ઠાકોરને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવાયા
24 વર્ષીય ઓબીસી મહિલા ઉમેદવાર હેતલબેન ઠાકોરને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવાયા હતા. પાટણ જિલ્લા પંચાતના શિક્ષિત મહિલા ઉમેદવાર અભ્યાસમાં માસ્ટરની ડિગ્રી ધરાવે છે. ઉપપ્રમુખ તરીકે ગોવિંદ ભાઈ માલધારીની વરણી કરાઇ હતી.
કચ્છની તમામ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો
લખપત તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપે લખપત તાલુકા પંચાયત કૉંગ્રેસ પાસેથી છીનવી હતી. કચ્છની તમામ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો.
મહેસાણા નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
મહેસાણા નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે ડોક્ટર મિહિર પટેલની પસંદગી કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે રંજનબેન પ્રજાપતિની પસંદગી કરાઇ હતી. મહેસાણા નગરપાલિકાના કારોબારી ચેયરમેન પદે દિપક પટેલ, પક્ષના નેતા તરીકે સોનિયાબેન શાહની પસંદગી કરાઇ હતી.