શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના કહેરને પગલે વધુ બે શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન, જાણો કયા કયા શહેરમાં લાગ્યું લોકડાઉન?

તાપી જિલ્લાનું સોનગઢ પણ આવતી કાલથી સ્વૈચ્છિક બંધ થશે. સોનગઢ આગામી 15 તારીખથી બંધ થશે. સોનગઢ નગર પાલિકા દ્વારા વેપારી મંડળ સાથે ચર્ચા કર્યો બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી સોનગઢમાં લોકડાઉન રહેશે.

સુરતઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. હવે તો કોરોનાની ચપેટમાં ગ્રામીણ વિસ્તારો પણ આવી રહ્યા છે, ત્યારે અનેક નાના શહેર-ગામો સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown) લગાવી રહ્યા છે. ત્યારે વધુ બે શહેરોએ લોકડાઉન (Lockdown)નો નિર્ણય લીધો છે. 

તાપી (Tapi) જિલ્લાનું સોનગઢ (Songadh) પણ આવતી કાલથી સ્વૈચ્છિક બંધ થશે. સોનગઢ આગામી 15 તારીખથી બંધ થશે. સોનગઢ નગર પાલિકા દ્વારા વેપારી મંડળ સાથે ચર્ચા કર્યો બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી સોનગઢમાં લોકડાઉન રહેશે. માત્ર દૂધ અને દવા સહિત આવશ્યક ચીજવસ્તુની દુકાનો ચાલુ રહેશે. જિલ્લાના વ્યારા અને સોનગઢ શહેર આવતીકાલથી એક સપ્તાહ માટે લોકડાઉન થશે. શાકભાજી અને ફ્રુટની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ...

જામનગર (Jamnagar)ના જામજોધપુર(Jamjodhpur) પંથકમાં વધતા કોરોનાના કેસોના પગલે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આગામી 17 થી 20  ચાર દિવસ સંપૂણ લોકડાઉન રહેશે, જેમાં મેડિકલ ઇમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રહશે. 21 એપ્રિલ થ સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યે સુધી દુકાનો ખુલી રખાશે, જેનો અમલ 30 એપ્રિલ સુધી કરવામાં આવશે. નગરપાલિકા ખાતે મળેલ વિવિધ વેપારી એસોસિએશન, સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓનો મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. 

ભાવનગર (Bhavnagar)ના  મહુવા (Mahua)માં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે. મહુવામાં બુધવાર રાત્રેથી પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને મહુવા નગર પાલિકા સંયુક્ત સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે જે
તા 14/4/21 બુધવાર રાત્રેથી સતત પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે, તેમાં આવશ્યક વસ્તુ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

કોરોના સંક્રમણની ચેઈનને તોડવા 15 દિવસના લોકડાઉનની જરૂર છે. આ માગ કરી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ કિરીટ ગઢવીએ. રાજ્યમાં કોરોના સંક્રમણ તેની સર્વોચ્ય સપાટીએ છે. દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે એબીપી અસ્મિતા સાથેની વાતમાં કિરીટ ગઢવીએ કહ્યુ કે, ત્રણ ચાર દિવસના લોકડાઉનથી કોઈ મતલબ નથી. કેમ કે ત્રણ ચાર દિવસ બાદ ફરી લોકોના ટોળા થાય છે. એટલે જો સંક્રમણની ચેઈન તોડવી હોય તો 15 દિવસના લોકડાઉનની જરૂર છે.

રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે. દરરોજ સામે આવતા આંકડાઓ પાછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. મંગળવારે કોરોનોના કેસ અને કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો હચમચાવી દે તેવો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં ગઈકાલે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget