શોધખોળ કરો

ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?

એબીપી અસ્મિતાના પત્રકારોના પોલ મુજબ કોંગ્રેસ 1044 માંથી માંડ 156 બેઠકો જીતી શકશે; સૌથી વધુ બેઠકો અમદાવાદમાં (35) મળશે, જ્યારે સુરત અને પોરબંદરમાં સ્થિતિ અતિ દયનીય રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓની 1044 બેઠકો પર મતદાન પૂર્ણ.
  • ભાજપનો દબદબો, કોંગ્રેસને માત્ર 156 બેઠકો મળવાનો અંદાજ.
  • અમદાવાદમાં કોંગ્રેસને 35, સુરતમાં ફક્ત 4 બેઠકો મળવાની શક્યતા.
  • નવી બનેલી મનપામાં પણ કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈ શકે.

Gujarat local Election 2026: ગુજરાતમાં 6 જૂની અને 9 નવી એમ કુલ 15 મહાનગરપાલિકાઓની 1044 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામો પર છે. આ વર્ષે મનપામાં સરેરાશ 48.62 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું છે. જોકે, ચૂંટણીના આખરી પરિણામો પહેલા એબીપી અસ્મિતાના પત્રકારોના ગ્રાઉન્ડ રિપોર્ટ અને પોલ મુજબ, ગુજરાતમાં કોંગ્રેસ માટે આ ચૂંટણી નિરાશાજનક સાબિત થઈ શકે છે.

અનુમાન મુજબ, તમામ 15 મનપામાં ભાજપનો દબદબો જોવા મળશે અને કોંગ્રેસનો સફાયો થઈ શકે છે. કુલ 1044 બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે માત્ર 156 બેઠકો આવવાની શક્યતા છે.

જૂની મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની સ્થિતિ:

મોટા શહેરોમાં કોંગ્રેસ ક્યાંય પણ સત્તાની નજીક પહોંચતી દેખાતી નથી. સુરતમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી કરતા પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

અમદાવાદ (કુલ 192 બેઠકો): કોંગ્રેસને અહીં સૌથી વધુ 35 બેઠકો મળી શકે છે.

સુરત (કુલ 120 બેઠકો): અહીં કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ છે અને માત્ર 4 બેઠકો મળવાનું અનુમાન છે.

વડોદરા (કુલ 76 બેઠકો): કોંગ્રેસને 13 બેઠકો મળી શકે છે.

રાજકોટ (કુલ 72 બેઠકો): કોંગ્રેસના ફાળે 12 બેઠકો જઈ શકે છે.

જામનગર (કુલ 64 બેઠકો): કોંગ્રેસને માત્ર 12 બેઠકો મળવાની શક્યતા છે.

ભાવનગર (કુલ 52 બેઠકો): કોંગ્રેસ અહીં 13 બેઠકો જીતી શકે છે.

નવી મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની સ્થિતિ:

નવી બનેલી મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ સિંગલ અથવા ડબલ ડિજિટમાં જ સમેટાઈ જાય તેવું તારણ છે.

મોરબી (52 બેઠકો): 11 બેઠકો

કરમસદ આણંદ (52 બેઠકો): 11 બેઠકો

ગાંધીધામ (52 બેઠકો): 9 બેઠકો

મહેસાણા (52 બેઠકો): 9 બેઠકો

નડિયાદ (52 બેઠકો): 9 બેઠકો

નવસારી (52 બેઠકો): 6 બેઠકો

વાપી (52 બેઠકો): 6 બેઠકો

સુરેન્દ્રનગર (52 બેઠકો): 4 બેઠકો

પોરબંદર છાયા (52 બેઠકો): સૌથી ઓછી માત્ર 2 બેઠકો મળવાની શક્યતા છે.

એકંદરે, ગ્રાઉન્ડ રિપોર્ટના તારણો દર્શાવે છે કે આ ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ પોતાનો જનાધાર વધારવામાં નિષ્ફળ રહી છે.

ક્યા પક્ષને કેટલી બેઠક મળશે

પત્રકારોના અનુમાન મુજબ મોટા શહેરોની સ્થિતિ જોઈએ તો, અમદાવાદની 192 બેઠકોમાંથી ભાજપને સૌથી વધુ 153 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 35 અને અન્યના ફાળે 4 બેઠકો જઈ શકે છે. અહીં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલે તેવું લાગતું નથી. સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપને 88, આમ આદમી પાર્ટીને 28 અને કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળવાનું અનુમાન છે. વડોદરાની 76 બેઠકોમાંથી ભાજપ 62, કોંગ્રેસ 13 અને અન્ય 1 બેઠક જીતી શકે છે. જ્યારે રાજકોટની 72 બેઠકોમાંથી ભાજપને 57, કોંગ્રેસને 12 અને આમ આદમી પાર્ટીને 3 બેઠકો મળવાની શક્યતા છે. જામનગરમાં 64 બેઠકોમાંથી ભાજપ 45, કોંગ્રેસ 12, આપ 5 અને અન્ય 2 બેઠકો મેળવે તેવો અંદાજ છે. જ્યારે ભાવનગરમાં 52 બેઠકોમાંથી ભાજપને 39 અને કોંગ્રેસને 13 બેઠકો મળી શકે છે.

આ ઉપરાંત નવી બનેલી મહાનગરપાલિકાઓની બેઠકો પર નજર કરીએ તો, મોરબીની 52 બેઠકોમાં ભાજપ 35, કોંગ્રેસ 11, આપ 2 અને અન્ય 4 બેઠક જીતી શકે છે. નવસારીમાં ભાજપ 45, કોંગ્રેસ 6 અને આપ 1 બેઠક મેળવે તેવું તારણ છે. વાપીમાં ભાજપને 45, કોંગ્રેસને 6 અને અન્યને 1 બેઠક મળી શકે છે. ગાંધીધામમાં ભાજપ 42, કોંગ્રેસ 9 અને આપ 1 બેઠક પર કબ્જો જમાવી શકે છે.

મહેસાણા અને નડિયાદ બંને મનપામાં 52 52 બેઠકોમાંથી ભાજપને 43 અને કોંગ્રેસને 9 બેઠકો મળવાનું સમાન અનુમાન છે. કરમસદ આણંદમાં ભાજપ 39, કોંગ્રેસ 11 અને અન્ય 2 બેઠક મેળવી શકે છે. સુરેન્દ્રનગરમાં 52 બેઠકોમાંથી ભાજપને 46, કોંગ્રેસને 4 અને અન્યને 2 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે પોરબંદર છાયામાં ભાજપ 47, કોંગ્રેસ 2, આપ 2 અને અન્ય 1 બેઠક જીતે તેવો પત્રકારોનો સ્પષ્ટ મત છે.

(નોંધ: આ માત્ર પત્રકારોના તારણ પર આધારિત અનુમાન છે, કોંગ્રેસની બેઠકોનું આખરી ચિત્ર મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે.)

Frequently Asked Questions

ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ હતી?

ગુજરાતમાં 6 જૂની અને 9 નવી એમ કુલ 15 મહાનગરપાલિકાઓની 1044 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

આ ચૂંટણીમાં સરેરાશ કેટલું મતદાન થયું?

આ વર્ષે મનપામાં સરેરાશ 48.62 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું છે.

સુરતમાં કોંગ્રેસની સ્થિતિ કેવી રહેવાનું અનુમાન છે?

સુરતમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ રહેવાનું અનુમાન છે, જ્યાં માત્ર 4 બેઠકો મળવાની શક્યતા છે.

અમદાવાદમાં કોંગ્રેસને કેટલી બેઠકો મળી શકે છે?

અમદાવાદમાં કોંગ્રેસને સૌથી વધુ 35 બેઠકો મળવાની શક્યતા છે.

નવી બનેલી મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહેવાનું અનુમાન છે?

નવી બનેલી મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ સિંગલ અથવા ડબલ ડિજિટમાં જ સમેટાઈ જાય તેવું તારણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget