શોધખોળ કરો

સાંબેલાધાર વરસાદની વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી, ત્રણ કલાકમાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

Gujarat weather: હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.

મધ્યમ વરસાદની શક્યતા:

  • જામનગર
  • દ્વારકા
  • પોરબંદર
  • જુનાગઢ
  • રાજકોટ

સામાન્ય વરસાદની શક્યતા:

  • કચ્છ
  • સુરેન્દ્રનગર
  • મોરબી
  • અમરેલી
  • બોટાદ
  • ભાવનગર
  • ગીર સોમનાથ

સામાન્યથી હળવા વરસાદની શક્યતા:

  • મહેસાણા
  • અમદાવાદ
  • પાટણ
  • બનાસકાંઠા
  • અરવલ્લી
  • ગાંધીનગર
  • સાબરકાંઠા
  • મહીસાગર
  • ખેડા
  • પંચમહાલ
  • આણંદ
  • દાહોદ
  • વડોદરા
  • છોટાઉદેપુર
  • નર્મદા
  • ભરૂચ
  • સુરત
  • તાપી
  • ડાંગ
  • નવસારી
  • વલસાડ
  • ગમન
  • દાદરા નગર હવેલી

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં  મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પોરબંદર, રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની સ્થિતિ છે. છેલ્લા 24  કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો આકડિંય માહિતી પર નજર કરીએ

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો તો  પોરબંદરમાં સવા 10 ઈંચ, જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ,  જૂનાગઢના વંથલીમાં સવા સાત ઈંચ,  દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ,  વલસાડના ઉમરગામમાં સાડા છ ઈંચ,  દ્વારકાના ખંભાળીયામાં પાંચ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સાડા ચાર ઈંચ,  વલસાડમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ,  જૂનાગઢના મેંદરડામાં પોણા ચાર ઈંચ, વરસાદ વરસ્યો.

જૂનાગઢમાં પણ છેલ્લા 2 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર,તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો તો જામનગરના કાલાવડમાં સાડા ત્રણ ઈંચ, વરસાદ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ, માળીયાહાટીનામાં સવા ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં ત્રણ ઈંચ,  માણાવદર,ભેંસાણમાં અઢી અઢી ઈંચ વરસાદ, રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ, દ્વારકાના ભાણવડમાં સવા બે ઈંચ,  કચ્છના અંજારમાં સવા બે ઈંચ,  નવસારીના જલાલપોરમાં બે ઈંચ, જામનગરના જોડીયામાં બે ઈંચ,   નવસારી તાલુકામાં બે ઈંચ,  નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં બે ઈંચ વરસાદ  નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ,  ગીર સોમનાથના તાલાલામાં પોણા બે ઈંચ,લાલપુર, ધરમપુરમાં દોઢ દોઢ ઈંચ, ચીખલી, જામનગર, મુન્દ્રામાં સવા સવા ઈંચ,ગણદેવી, સુત્રાપાડા, કોડીનાર, પલસાણામાં સવા -સવા ઈંચ વરસાદન નોંધાયો છે. ભૂજ,માંડવી, કુતિયાણામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget