શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે. જે મુજબ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી હળવો વરસાદ પડશે.

Gujarat Monsoon: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. સુરત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે. જે મુજબ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. જ્યારે પાટણ , સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ , જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ પડશે.

આગામી 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે સુરત, તાપી, વલસાડ,નવસારી, ડાંગમાં વરસાદ થઈ શકે છે.
બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢમાં 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે  છે. આવતી કાલે ગીર સોમનાથ, જૂનાગઢ અમરેલી, સુરત, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain: રાજ્યમાં આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ચાર દિવસમાં પવન સાથે ભારે વરસાદ વરસશે. તેમણે આગાહી કરી હતી કે દ.ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. તે સિવાય ભચાઉ, ગાંધીધામ, અબડાસા, રાપરમાં પણ અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. 19-20 જૂલાઈએ અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદ વરસશે. ખેડા, નડીયાદ, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અંબાલાલના મતે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ વરસશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.

Gujarat Rain: રાજ્યમાં આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

સુરતમાં વરસાદથી ઘૂંટણસમા ભરાયા પાણી

હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા વિસ્તારમાં વરસાદ છે. સુરતમાં વરસાદનું જોર વધતા વિઝિબિલિટી ઘટી હતી, જેના કારણે વાહન ચાલકો હેડલાઈટ ચાલુ કરવા મજબુર બન્યા હતા. વિરામ બાદ વરસાદ શરૂ થતા નોકરિયાત લોકો ભીંજાયા હતા. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ થઇ રહ્યો હતો.  સુરત શહેરમાં અત્યાર સુધીમાં 18 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પીપલોદમાં કારના શો રૂમમાં લાગેલી આગ આવી ગઈ કાબુમાં, જુઓ શોર્ટ વીડિયોમાંHun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Embed widget