Gujarat Rain: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, 24 કલાકમાં 245 તાલુકામાં મેઘમહેર, પાટણના સાંતલપુરમાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
Gujarat Rain: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં છ ઈંચ અને ગાંધીનગરના માણસમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. 13 તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 30 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
- કચ્છના અબડાસામાં સવા પાંચ ઈંચ વરસાદ
- બનાસકાંઠાના સુઈગામમાં સવા પાંચ ઈંચ વરસાદ
- દ્વારકાના ખંભાળીયામાં સવા પાંચ ઈંચ વરસાદ
- રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ
- સાબરકાંઠાના તલોદમાં પોણા પાંચ ઈંચ વરસાદ
- જૂનાગઢના વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ
- ગાંધીનગરના દહેગામમાં ચાર ઈંચ વરસાદ
- રાજકોટના ગોંડલમાં પોણા ચાર ઈંચ વરસાદ
- બોટાદના બરવાળામાં પોણા ચાર ઈંચ વરસાદ
- ચોટીલા, કેશોદ, વડગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- રાપર, નડીયાદ, કડી, પ્રાંતિજમાં ત્રણ ઈંચ વરસાદ
- વાપી, માંગરોળ, રાજકોટ, દાંતિવાડામાં ત્રણ ઈંચ વરસાદ
- કપરાડા, ધનસુરા, સિદ્ધપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- રાધનપુર, જામકંડોરણા, ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ
- બાયડ, જેતપુર, માળીયા હાટીનામાં અઢી ઈંચ વરસાદ
- જૂનાગઢ શહેર અને તાલુકામાં સવા બે ઈંચ વરસાદ
- મેંદરડા, ખંભાત, સતલાસણામાં સવા બે ઈંચ વરસાદ
- ભાણવડ, મોરબી, કપડવંજમાં સવા બે ઈંચ વરસાદ
- વીરપુર, જસદણ, પાલનપુરમાં સવા બે ઈંચ વરસાદ
- પેટલાદ, ધરમપુર, દાંતામાં બે બે ઈંચ વરસાદ
- વિસાવદર, ઉમરપાડા, ડીસામાં બે બે ઈંચ વરસાદ
- ધંધુકા, ચુડા, વઢવાણમાં પોણા બે ઈંચ વરસાદ
- બોરસદ, દસાડા, લાલપુરમાં પોણા બે ઈંચ વરસાદ
- આંકલાવ, કુતિયાણા, ભુજ, ધ્રાંગધ્રામાં પોણા બે ઈંચ વરસાદ
- ગાંધીનગર, ભિલોડા, ડેસરમાં દોઢ ઈંચ વરસાદ
Join Our Official Telegram Channel: