Gujarat: નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે ? જાણો સી.આર.પાટીલે શું કહ્યું
ગુજરાતમાં વધુ એક મહાનગર પાલિકાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોવાની વાત સામે આવી છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મુદ્દે એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે
Gujarat: ગુજરાતમાં વધુ એક મહાનગર પાલિકાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોવાની વાત સામે આવી છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મુદ્દે એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ખરેખરમાં નવસારીને મહાનગરપાલિકા બનાવવા મુદ્દે સીઆર પાટીલે સંકેત આપ્યા છે. હાલમાં જ સીઆર પાટીલે કહ્યું છે કે, નવસારીને નવસારીને મહાનગરપાલિકા બનાવવા પ્રાથમિક તબક્કે સર્વે ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી નવસારીને માંગ ઉઠી રહી હતી. હાલમાં નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું નવસારી મહાનગરપાલિકા બને એવું અમે પણ ઈચ્છી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજ્યની સૌથી મોટી નગરપાલિકા છે નવસારી વિજલપોરની પાલિકા છે. નવસારીને મહાનગરપાલિકા બનાવવાની વાતો ચર્ચાતા સ્થાનિક નેતાઓમાં ખુશીનો માહોલમાં છવાઇ ગયો છે.
અમદાવાદમાં વગર વરસાદે 20 ભુવા પડ્યા, લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં AMC ની કામગીરીને થર્ડ કલાસ ગણાવી
શહેરમાં ચોમાસુ શરૂ થાય તે પહેલા ભુવા પડવાનું શરૂ થઇ ગયું છે. મળતી જાણકારી અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં નાના મોટા 20 જેટલા ભુવા પડ્યા છે. ઓઢવ વિસ્તારના ભુવા અંગે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે. દસ દિવસ પહેલા રોડ બન્યો અને ભુવો પડતા લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં AMC ની કામગીરીને થર્ડ કલાસ ગણાવી છે. ભુવાના ખોદકામ સમયમાં કેચપીટની સફાઈની પોલ પણ ખુલી ગઈ છે. તૂટી ગયેલા રોડની નીચે મોટા પ્રમાણમાં ગંદકી વાળું પાણી વહેતુ નજરે પડ્યું હતું. દૂષિત પાણી દૂર કરવા હેવી વોટરિંગ વાહન મુકવામાં આવ્યું છે. પાણી દૂર થયા બાદ ભુવાનું સમારકામ શરૂ કરવામાં આવશે. વરસાદના આગમન પહેલા ઓઢવ વિસ્તારની જનતાને હાલાકી પડવાનું નક્કી છે. એક દિવસ પહેલા શહેરના શિવરંજની ચાર રસ્તા અને કર્ણાવતી ક્લબની સામે ભુવા પડ્યા હતા. વ્યસ્ત રહેતા આ વિસ્તારોમાં ભુવો પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિવરંજની વિસ્તાર બીઆરટીએસ તેમજ વાહન ચાલકોથી સતત ધમધમતો હોય છે અને ચાર રસ્તાની વચોવચ ભુવો પડતા લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. કર્ણાવતી ક્લબની સામે ભૂવો પડતાં બેરિકેડ મુકવામાં આવ્યા હતા. ભારે અવર-જવર વાળા વિસ્તારમાં ભુવો પડતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી સામે ફરી સવાલ ઉભા થયા છે. કારણ કે ચોમાસા પહેલા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. મણિનગરના ભૈરવનાથ ચાર રસ્તા પર એક મસમોટો ભૂવો પડ્યો છે. રસ્તા વચ્ચે જ મસમોટો ભૂવો પડવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસ પહેલા ફતેવાડી વિસ્તારમાં પડેલા ભૂવાએ ભ્રષ્ટાચારને જાહેર કરી દીધો છે. ફતેહવાડી વિસ્તારમાં RCC રોડમાં ભૂવો પડતા નેનો કાર ગરકાવ થઈ ગઈ હતી. હજી આ કમોસમી વરસાદમાં સામે આવેલી ઘટના છે. પરંતુ ચોમાસામાં શું થશે એ સવાલ અત્યારથી જ લોકોના મોઢે ચર્ચાતો થઈ ગયો છે. શહેરમાં ફતેહવાડી વિસ્તારમાં ભૂવો પડતા એક દુર્ઘટના સર્જાઈ હતી. RCC રોડમાં ભૂવો પડતા નેનો કાર અચાનક ભૂવામાં ખાબકી હતી. કાર ભૂવામાં પડવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફતેહવાડી વિસ્તારમાં જ્યાં ભૂવો પડ્યો છે ત્યા ગત વર્ષે પણ ભૂવો પડ્યો હતો. ગત વર્ષે આ ભૂવામાં એક સ્કૂટર ખાબક્યું હતું. સ્કૂટર ભૂવામાં પડવાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.