શોધખોળ કરો

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

ગુજરાતમાં 'ન્યૂ નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ' લાગુ: ખોટા ચલણ સામે 45 દિવસમાં ઓનલાઇન વાંધો ઉઠાવી શકાશે, 30 દિવસમાં અધિકારીઓ કરશે તેનો નિકાલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ઓગસ્ટ ૨૦૨૬થી નવી ઈ-ચલણ સિસ્ટમ લાગુ પડશે.
  • ૪૫ દિવસમાં દંડ ભરો અથવા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાશે.
  • પોલીસ ૩૦ દિવસમાં પુરાવા ચકાસી ફરિયાદનો નિકાલ કરશે.
  • દંડ ન ભરતા RC, લાયસન્સ સેવાઓ બ્લોક થશે.

Gujarat new e challan rules 2026: વાહનચાલકો માટે એક મોટા અને મહત્વના સમાચાર છે. ટ્રાફિક સિસ્ટમને વધુ પારદર્શક અને ઝડપી બનાવવાના હેતુથી, ગુજરાત પોલીસે 12 ઓગસ્ટ, 2026થી રાજ્યભરમાં 'ન્યૂ નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ' લાગુ કરી દીધી છે. આ નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વાહનચાલકોને તેમના ચલણ અંગે સમયસર જાણકારી મળે, ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય અને જો કોઈ વાહનચાલકને ચલણ ખોટી રીતે અપાયું હોય તો તેને ન્યાય મળી શકે.

શું છે આખી પ્રક્રિયા અને ફરિયાદ કરવાની રીત?

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP વી. સાહિત્યાએ આ નવી સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, હવેથી જ્યારે પણ ટ્રાફિક સંબંધિત ઈ-ચલણ જનરેટ થશે, ત્યારે વાહનમાલિક પાસે દંડ ભરવા માટે 45 દિવસનો સમય રહેશે. જો તમને એમ લાગે કે તમારું ચલણ ખોટી રીતે કપાયું છે, તો તમે આ 45 દિવસની અંદર જ પરિવહન પોર્ટલ પર જઈને ઓનલાઇન ફરિયાદ એટલે કે વાંધો ઉઠાવી શકશો.

ફરિયાદ નોંધાવવા માટે તમારે પરિવહન પોર્ટલ પર જઈને સૌથી પહેલા તમારો ચાલુ મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે, જેથી ચલણ અને ફરિયાદના સ્ટેટસ વિશેના તમામ અપડેટ્સ તમને સીધા SMS દ્વારા મળતા રહે. ત્યારબાદ, તમારું ચલણ ખોટું હોવા અંગેના જે કંઈ પણ દસ્તાવેજી પુરાવા તમારી પાસે હોય, તે પોર્ટલ પર અપલોડ કરીને તમારે ફરિયાદ સબમિટ કરવાની રહેશે.

30 દિવસમાં થશે ફરિયાદનો નિકાલ

તમારી ઓનલાઇન ફરિયાદ મળ્યા પછી, પોલીસ વિભાગ દ્વારા તે પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે પોલીસને 30 દિવસનો સમય આપવામાં આવશે. સીધી રીતે સમજીએ તો, ચલણ જનરેટ થાય ત્યારથી લઈને ફરિયાદના નિકાલ સુધીની આખી પ્રોસેસ વધુમાં વધુ 75 દિવસમાં પૂરી થઈ જશે.

વાહનચાલકોની ફરિયાદોનું યોગ્ય, તટસ્થ અને ઝડપી નિરાકરણ આવે તે માટે દરેક જિલ્લા કક્ષાએ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ DySP કક્ષાના અધિકારીઓ કરશે, જ્યારે તેમની સીધી દેખરેખ હેઠળ PI કક્ષાના અધિકારીઓ વાહનચાલકે આપેલા પુરાવાઓ તપાસીને 30 દિવસની અંદર પોતાનો આખરી નિર્ણય સંભળાવશે.

જો દંડ ન ભર્યો તો શું થશે?

જો તપાસના અંતે તમારું ચલણ યોગ્ય ઠરે છે, તો તમારે દંડ ભરવો જ પડશે. પરંતુ, જો તમે 75 દિવસની મહત્તમ મુદત વીતી ગયા પછી પણ દંડની રકમ નહીં ભરો, તો તમારે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. 75 દિવસ પછી પરિવહન પોર્ટલ પર તે વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન (RC) ને લગતી તમામ સેવાઓ તાત્કાલિક ધોરણે બ્લોક એટલે કે સ્થગિત કરી દેવામાં આવશે.

કોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ

ઘણીવાર એવું બની શકે કે પોલીસ વિભાગે કરેલા ફરિયાદના નિકાલથી વાહનમાલિક સંતુષ્ટ ન હોય. જો આવી સ્થિતિ સર્જાય અને તમે આ મામલો કોર્ટમાં લઈ જવા માંગતા હોવ, તો તેની પણ વ્યવસ્થા છે. જોકે, કોર્ટમાં કેસ કરતા પહેલા તમારે દંડની કુલ રકમના 50 ટકા નાણાં જમા કરાવવા પડશે, ત્યારબાદ જ તમે કોર્ટમાં અપીલ કરી શકશો.

Frequently Asked Questions

નવી નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ શું છે?

ગુજરાત પોલીસે 12 ઓગસ્ટ, 2026થી આ સિસ્ટમ લાગુ કરી છે. તેનો ઉદ્દેશ્ય વાહનચાલકોને ચલણની સમયસર જાણ, ટ્રાફિક નિયમોનું પાલન અને ખોટા ચલણ સામે ન્યાય આપવાનો છે.

ખોટા ઈ-ચલણ સામે ફરિયાદ કેવી રીતે કરી શકાય?

ચલણ મળ્યાના 45 દિવસની અંદર પરિવહન પોર્ટલ પર જઈને ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે. મોબાઈલ નંબર અપડેટ કરી, પુરાવા અપલોડ કરીને ફરિયાદ સબમિટ કરવાની રહેશે.

ફરિયાદના નિકાલમાં કેટલો સમય લાગશે?

ઓનલાઈન ફરિયાદ મળ્યા બાદ પોલીસ વિભાગ 30 દિવસમાં તેની ચકાસણી કરશે. ચલણ જનરેટ થયાથી લઈને ફરિયાદના નિકાલ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 75 દિવસમાં પૂરી થઈ જશે.

જો દંડ ન ભરવામાં આવે તો શું થશે?

જો 75 દિવસની સમયમર્યાદામાં દંડ ન ભરવામાં આવે તો, પરિવહન પોર્ટલ પર વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન (RC) ને લગતી તમામ સેવાઓ બ્લોક કરી દેવામાં આવશે.

પોલીસના નિર્ણયથી સંતુષ્ટ ન હોઈએ તો શું કોર્ટમાં અપીલ કરી શકાય?

હા, જો તમે પોલીસના નિર્ણયથી સંતુષ્ટ ન હોવ તો કોર્ટમાં અપીલ કરી શકાય છે. જોકે, કોર્ટમાં કેસ કરતા પહેલા દંડની કુલ રકમના 50% જમા કરાવવા પડશે.

Advertisement

ટોપ સ્ટોરી

સૈનિકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોતાના ઘર પર નહીં ભરવો પડે ટેક્સ
સૈનિકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોતાના ઘર પર નહીં ભરવો પડે ટેક્સ
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
BJP vs BJP: એપીએમસી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટનું 'સુરસુરિયું', અનેક ઉમેદવારોએ ચડાવી બાયો
BJP vs BJP: એપીએમસી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટનું 'સુરસુરિયું', અનેક ઉમેદવારોએ ચડાવી બાયો
Junagadh: તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યએ સગીરાને બનાવી હવસનો શિકાર, સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા
Junagadh: તાલુકા પંચાયતના અપક્ષ સદસ્યએ સગીરાને બનાવી હવસનો શિકાર, સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મલાઈ બિલ્ડરની, મોત મજૂરની
Hun To Bolish | હું તો બોલીશ | લૂંટની એપ
માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
BJP vs BJP: એપીએમસી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટનું 'સુરસુરિયું', અનેક ઉમેદવારોએ ચડાવી બાયો
BJP vs BJP: એપીએમસી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટનું 'સુરસુરિયું', અનેક ઉમેદવારોએ ચડાવી બાયો
આજે ભારતમાં દેશવ્યાપી બેંક હડતાલ, BRICS સમિટ વચ્ચે શું છે કર્મચારીઓની માંગ?
આજે ભારતમાં દેશવ્યાપી બેંક હડતાલ, BRICS સમિટ વચ્ચે શું છે કર્મચારીઓની માંગ?
Ujjain: પ્રશાસને કહ્યું- નહીં હટે ખડે હનુમાનજીની પ્રતિમા, જાણો સાધ્વી હર્ષા રિછારિયા અને ઉમા ભારતીની પ્રતિક્રિયા
Ujjain: પ્રશાસને કહ્યું- નહીં હટે ખડે હનુમાનજીની પ્રતિમા, જાણો સાધ્વી હર્ષા રિછારિયા અને ઉમા ભારતીની પ્રતિક્રિયા
હાલોલ અને ડભોઈમાં ડીજેનું શક્તિપ્રદર્શન, પોલીસે કરી લાલ આંખ, પરિસ્થિતિ વણસતા લાઠીચાર્જ

Embed widget