શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat News: ગુજરાત સરકાર અને માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે થયા મોટા એગ્રીમેન્ટ, અહીં બનશે સેમિ કન્ડક્ટરનો મેગા પ્લાન્ટ

ગુજરાત માટે વધુ એક મોટા અને કામના સમાચાર સામે આવ્યા છે, ગુજરાત સરકારે સેમિ કન્ડક્ટરના પ્રૉડક્શનની દુનિયામાં આગળ વધવા માટે વધુ એક મોટા કરાર કર્યા છે

Gujarat News: ગુજરાત માટે વધુ એક મોટા અને કામના સમાચાર સામે આવ્યા છે, ગુજરાત સરકારે સેમિ કન્ડક્ટરના પ્રૉડક્શનની દુનિયામાં આગળ વધવા માટે વધુ એક મોટા કરાર કર્યા છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને માઇક્રૉન તથા ICICI બેંક વચ્ચે TRA – ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ પુરા થયા છે. આ કરાર બાદ હવે સેમિ કન્‍ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રૉન કંપનીના સાણંદ સેમિ કન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવશે, સાણંદમાં કરોડોના 22 હજાર કરોડથી વધુના ખર્ચે મેગા પ્લાન્ટ બની રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એગ્રીમેન્‍ટને ડબલ એન્જીન સરકારની બેવડી વિકાસ ગતિના ત્વરિત લાભ આપનારું એગ્રીમેન્ટ ગણાવ્યું હતું. 
 
આ કરાર થયા બાદ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, માઇક્રૉનનો આ સેમિ કન્‍ડક્ટર ઉત્પાદન પ્રૉજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને ‘મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ફોર ધ વર્લ્ડ’ ના સંકલ્પને સાકાર કરીને વિકસિત ભારત@2047માં ગુજરાતને સેમિ કન્‍ડક્ટરનું હબ અવશ્ય બનાવશે.

આજે ગાંધીનગરમાં થયેલા મોટા કરારથી ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે. ગાંધીનગર ખાતે માઇક્રૉન તથા ICICI બેંક વચ્ચે TRA એગ્રીમેન્ટ પુરા થયા છે. આજે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માઈક્રોન સાથે TRA થયા છે. ભારત સરકાર - ગુજરાત સરકાર અને માઈક્રૉન તથા ICICI બેંક વચ્ચે આ TRA સંપન્ના થયા છે. મુખ્યમંત્રીએ આ દરમિયાન જણાવ્યુ કે, એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રૉનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ મળશે. ઇન્ડિયા સેમિ કન્‍ડક્ટર મિશન તથા ICICI બેંક સહાયક બનશે. વિકસિત ભારત@2047માં ગુજરાતને સેમિ કન્‍ડક્ટરનું હબ બનાવશે, વિકાસની બેવડી ગતિનો ત્વરિત લાભ માઇક્રૉનને મળ્યો છે. સાણંદમાં 22 હજાર કરોડ ખર્ચે 93 એકર વિસ્તારમાં નિર્માણાધીન પ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે.

GPSC એ 4 પરીક્ષાઓ રાખી મોકુફ, વહીવટી કારણોસર લેવાયો નિર્ણય

જીપીએસસીએ આગામી યોજાનારી 4 પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. વહીવટી કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રિલિમ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. આ 4 પ્રિલિમની પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાની હતી. મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમા કરશે જાહેર કરવામાં આવશે. 

આ પહેલા પણ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો

GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1 , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ 2 ની પરીક્ષા  3-12-2023ના બદલે હવે  7-1-2024 માં યોજાશે, એટલે કે વર્ષ 2023માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ 2024માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા 7 જાન્યુઆરી 2024એ યોજાશે.

ઉલ્લેખનિય છે કે, પહેલા આ તમામ પરીક્ષા 3 ડિસેમ્બરે યોજનાર હતી પરંતુ  27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી  આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાયેલા પરિપત્રમાં મુજબ  ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષાની પ્રાથમિક કસોટીનું ત્રીજી ડિસેમ્બર 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી  ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારીની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે હવે ત્રીજી ડિસેમ્બરની જગ્યાએ 7મી જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Embed widget