શોધખોળ કરો

'આપણી' ભાષામાં એન્જિનિયરિંગ અભ્યાસ, ગુજરાતી ભાષામાં પ્રથમ વર્ષ ડીપ્લોમા - ડિગ્રી એન્જિનિયરિંગના પુસ્તકો થયા લૉન્ચ

ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ મળીને કુલ 20 જેટલા પુસ્તકો હાલ પ્રકાશિત થઈ ચૂક્યા છે.

Gujarat: ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે હવે ટેકનિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમના પુસ્તકો ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ થશે. આ માટે ગુજરાત ટેકનોલૉજિકલ યૂનિવર્સિટી દ્વારા ગુજરાતી માધ્યમના પુસ્તકો લૉન્ચ કરવામાં આવ્યા છે. 

ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ મળીને કુલ 20 જેટલા પુસ્તકો હાલ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જે નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓના હાથમાં હશે. હાલના તબક્કે પહેલા વર્ષના તમામ પુસ્તકો તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે બીજા વર્ષના પુસ્તકોના તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. 

ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના 11 જેટલા પુસ્તકો અને ડિગ્રી એન્જિનિયરિંગના 9 જેટલા પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ બાદ પ્રકાશિત થઈ ચૂક્યા છે. ગુજરાતની સરકારી ડિપ્લોમા કૉલેજ અને એન્જિનિયરિંગ કોલેજના અંદાજે 50 જેટલા નિષ્ણાંત અધ્યાપકો ની ટીમ દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે

ચોમાસાને લઈને સરકાર એક્શનમાં, અતિવૃષ્ટિ, પુર અને વાવાઝોડા જેવી સંભવિત પરિસ્થિતિ માટે પ્રશાસન સાથે બેઠક

Monsoon: આગામી ચોમાસાને લઈને રાજ્ય સરકાર અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે. આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકાર સતેજ થઈ ગઈ છે. ચોમાસામાં ચોમાસામાં ઉદભવનારી પરિસ્થિતિને પહોંચીવળવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. અતિવૃષ્ટિ, પુર અને વાવાઝોડા જેવી સંભવિત પરિસ્થિતિ માટે પ્રશાસન સાથે બેઠક કરી છે. આ મામલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં NDRF, CRPF, કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. SDRF અને RAF સહિતના વિભાગના વડા પણ બેઠકમાં હાજર રહ્યા. ઉપરાંત હવામાન વિભાગના મનોરમા મોહંતી પણ બેઠકમાં હાજર રહ્યા. માર્ગ અને મકાન વિભાગ અને મહેસુલ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ સાથે જ આ બેઠકમાં નેવી, આર્મી, એરફોર્સ, બીએસએફ અને ઇસરોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સી અને બચાવકાર્યમાં જોડતી એજન્સીઓ બેઠકમાં હાજર રહી હતી.

આ રાજ્યોમાં ફરી વળશે ગરમીનું મોજું, અહીં પડશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Weather Updates: ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં તીવ્ર સૂર્યપ્રકાશ સાથે, ગરમીનો પ્રકોપ યથાવત છે. જો કે બુધવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તે જ સમયે, દિલ્હીને અડીને આવેલા નોઈડામાં ધૂળની ડમરીઓ ઉડી હતી. હવે બુધવારે પણ રાજ્યમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. IMD અનુસાર, આ અઠવાડિયે યુપીમાં તીવ્ર ગરમી પડશે. જોકે, પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. જેના કારણે તે વિસ્તારોને ગરમીથી રાહત મળશે. પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં આકરી ગરમી પડશે. આકરી ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. જો વિભાગનું માનીએ તો, આગામી બે દિવસ પૂર્વાંચલના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનું મોજું રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget