શોધખોળ કરો
ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડિયાર માફ નહીં કરે’, ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાએ કર્યુ આ નિવેદન
રાજ્યમાં યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન પાટણના ધધાણામાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે ભાંગરો વાટ્યો હતો.

(અલ્પેશ ઠાકરો અને દિલીપ ઠાકોર)
પાટણઃ રાજ્યમાં યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન પાટણના ધધાણામાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે ભાંગરો વાટ્યો હતો. તેમણે કહ્યું, ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડિયાર માફ નહીં કરે. બંને કમળના ઉમેદવારો ને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપજો. ક્રોસ વોટિંગમાં બંન્ને ઉમેદવાર કોંગ્રેસને મત આપવા આગળ વધીએ. મંત્રીએ જિલ્લા પંચાયતના વિકલ્પ રૂપે કોંગ્રેસને મત આપવા કરેલી અપીલથી આશ્ચર્ય ફેલાયુ હતું. મંત્રીએ જિલ્લા પંચાયતના વિકલ્પ રૂપે કોંગ્રેસને મત આપવા કરેલી અપીલથી આશ્ચર્ય ફેલાયુ હતું. મંત્રીના બફાટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ તેમને કઇંક સમજાવી રહ્યા છે. કોંગ્રેસનો પંજો છોડીને ભાજપનો ભગવો ધારણ કરનારો અલ્પેશ ઠાકોર પણ આ સભામાં હતો.
વધુ વાંચો





















